Site icon

Prabhas: બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસ ને સામે જોઈ બેકાબુ થઇ મહિલા ફેન, સેલ્ફી ખેંચ્યા બાદ અભિનેતા સાથે કર્યું એવું કામ કે જોતો રહી ગયો એક્ટર

Prabhas: 'સાલાર' ફેમ અભિનેતા પ્રભાસનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ફેન પ્રભાસને જોરથી થપ્પડ મારતી જોવા મળી રહી છે.

a female fan slapped bahubali actor prabhas at airport

a female fan slapped bahubali actor prabhas at airport

News Continuous Bureau | Mumbai

Prabhas: સાઉથ સિનેમા નો સુપરસ્ટાર પ્રભાસ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘સાલાર’ને લઈને ચર્ચામાં છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રભાસની સાથે અભિનેત્રી શ્રુતિ હાસન અને પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘સાલાર’ 22 ડિસેમ્બરે રિલીઝ થશે. આજ દિવસે શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ પણ રિલીઝ થઇ રહી છે. ‘સાલાર’ ની રિલીઝ પહેલા પ્રભાસનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા ફેન સુપરસ્ટારને થપ્પડ મારતી જોવા મળી રહી છે. પ્રભાસ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જે દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. જોકે કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જૂનો છે

Join Our WhatsApp Community

 

 પ્રભાસ ને થપ્પડ મારતો વિડીયો થયો વાયરલ 

રિપોર્ટ્સનું માનીએ તો પ્રભાસનો આ વીડિયો વર્ષ 2019નો છે. પ્રભાસ જ્યારે એરપોર્ટથી બહાર આવી રહ્યો હતો ત્યારે ચાહકોની ભીડે તેને ઘેરી લીધો હતો. આ દરમિયાન કેટલાક ફેન્સ સેલ્ફી લેવા પ્રભાસ તરફ દોડ્યા હતા. અભિનેતાએ તેના તમામ ચાહકો સાથે પોઝ આપ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રભાસ પાસે એક છોકરી આવે છે, વીડિયોમાં યુવતી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. છોકરીએ પહેલા પ્રભાસ સાથે ફોટો પડાવ્યો અને પછી જતા પહેલા તે અભિનેતાના ગાલ પર થપ્પડ મારી.આ ઘટના બાદ પ્રભાસ તેના ગાલ પર હાથ ફેરવતો જોવા મળે છે. આ દરમિયાન યુવતી ઘણી ખુશ જોવા મળી રહી છે.

 સાલાર માં જોવા મળશે પ્રભાસ 

નિર્દેશક પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ સાલાર માં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મ માં શ્રુતિ હાસન અને પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. અભિનેતા પ્રભાસની ફિલ્મ ‘સાલાર ‘આ વર્ષે 22 ડિસેમ્બરે રિલીઝ થશે. તેમજ આ જ દિવસે શાહરુખ કાહ્ન ની ફિલ્મ ડંકી પણ રિલીઝ થશે, બોક્સ ઓફિસ પર શાહરૂખ અને પ્રભાસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.તમને જણાવી દઈએ કે, સાલાર ની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. અગાઉ પ્રભાસની ફિલ્મ સાલાર સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી.

આ  સમાચાર પણ વાંચો : Boney kapoor on sridevi: શ્રીદેવીના નિધનના 5 વર્ષ બાદ પતિ બોની કપૂરે કર્યો ચોંકાવનારો ખુલાસો, આ કારણે થયું હતું દિગ્ગ્જ અભિનેત્રી નું મૃત્યુ

 

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version