Site icon

Aamir khan : આમિર ખાને કરી વાપસી ની તૈયારી, આ ફિલ્મ માટે રાજકુમાર હિરાણી સાથે મિલાવ્યા હાથ

આમિર ખાન મોટા પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. આમિર ખાન તેની આગામી ફિલ્મ રાજકુમાર હિરાણી સાથે કરવાનો છે. જે એક બાયોપિક છે.

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ના જાણીતા અભિનેતા આમિર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થયા બાદથી ફિલ્મી દુનિયાથી દૂર છે. આમિર ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જે બાદ આમિર ખાને ફિલ્મી દુનિયામાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આમિર ખાનના ચાહકો ઇચ્છે છે કે તે મોટા પડદા પર પુનરાગમન કરે અને ફરી એકવાર ધૂમ મચાવે. આ પછી, આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ના બીજા ભાગ સાથે જોડાયેલા કેટલાક અહેવાલો સામે આવ્યા હતા. આ પછી હવે આમિર ખાનનું નામ એક બાયોપિક સાથે જોડવામાં આવી રહ્યું છે. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

Join Our WhatsApp Community

બાયોપિક માં જોવા મળશે આમિર ખાન

બોલિવૂડના સૌથી ચર્ચિત અભિનેતાઓમાંના એક આમિર ખાને જ્યારથી ફિલ્મી દુનિયામાંથી બ્રેક લીધો છે ત્યારથી તેના ચાહકો તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે. આમિર ખાને ‘લાલ સિંહ ચઢ્ઢા’ પછી કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. હવે આમિર ખાનનું નામ બાયોપિક સાથે જોડવામાં આવી રહ્યું છે. એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, આમિર ખાન અને રાજકુમાર હિરાની ફિલ્મમાં ફરીથી સાથે કામ કરવા જઈ રહ્યા છે. તે એક બાયોપિક હશે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આમિર ખાને આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ બાયોપિકનું શૂટિંગ આવતા વર્ષ એટલે કે 2024થી શરૂ થશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે રાજકુમાર હિરાણી આ દિવસોમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan :શાહરૂખ ખાન શૂટિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો ન હતો, નાકની સર્જરીના સમાચાર નીકળ્યા ખોટા, નજીક ના સૂત્ર એ કર્યો ખુલાસો

આમિર ખાન અને રાજકુમાર હીરાની ની જોડી

આમિર ખાન અને રાજકુમાર હિરાનીની જોડી બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. આમિર ખાન અને રાજકુમાર હિરાનીએ પહેલીવાર 2009માં ‘3 ઈડિયટ્સ’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંનેની જોડી ફિલ્મ ‘પીકે’માં સાથે જોવા મળી હતી. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં સફળ રહી હતી. હવે જોવાનું એ છે કે આમિર ખાન અને રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મનું શું થાય છે?

Ayushmann Khurrana Saddi Gali New Version : આયુષ્માન ખુરાનાએ જીતી લીધા ફેન્સના દિલ! ‘સાડ્ડી ગલી’નું અણસાંભળેલું વર્ઝન કર્યું રિલીઝ; જૂની યાદો તાજી કરી આપ્યું ખાસ વચન
Divyanka Tripathi Pregnant News: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે બંધાશે પારણું! લગ્નના 10 વર્ષ બાદ એક્ટ્રેસ આપશે ‘ગુડ ન્યૂઝ’, પરિવારમાં ખુશીનો માહોલ
Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Exit mobile version