News Continuous Bureau | Mumbai
બોલીવુડ(Bollywood)ના મિસ્ટર પરફકેનિસ્ટ આમિર ખાન(Amir Khan)ની લાડલી ઈરા ખાન તેની પર્સનલ લાઇફ અને કોઝી પિક્ચર્સના કારણે ચર્ચામાં રહે છે. હવે (Ira Khan)તેના બોયફ્રેન્ડ અને લિવ-ઈન પાર્ટનર નુપુર શિખર(Nupur Shikhar) સાથે સગાઈ(Engagement) કરી લીધી છે.
આ સગાઈનો એક વીડિયો ઈરા ખાને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નૂપુર મેરેથોન દરમિયાન ફિલ્મી અંદાજમાં ઘૂંટણ પર બેસી, બોક્સમાંથી વીંટી કાઢીને ઇરાને પ્રપોઝ કરે છે. નૂપુરનું આ ફિલ્મ પ્રપોઝલ જોઈને ઈરા ખૂબ ખુશ થાય છે અને પળભરનો વિચાર કર્યા વિના હા કહે છે, એ પછી નૂપુર તેને વીંટી પહેરાવે છે. આ પ્રપોઝલ પછી ઇરા નૂપુરને કિસ કરે છે. બંનેની જોડી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.