News Continuous Bureau | Mumbai
Ira khan wedding: આમિર ખાન ની દીકરી ઇરા ખાન તેની પર્સનલ લાઈફ ને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આમિર ખાન ની દીકરી ઇરા એ તેના બોયફ્રેન્ડ નૂપુર સાથે પરિવાર અને મિત્રો ની હાજરી માં સગાઇ કરી હતી. હવે જલ્દી જ ઇરા અને નૂપુર લગ્ન ના બંધન માં બાંધવાના છે. ઇરા અને નૂપુર ના લગ્ન ના પ્રિ વેડિંગ ફંક્શન પણ શરૂ થઇ ગયા છે. હવે બંનેના લગ્ન ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે.
મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ લગ્ન કરશે ઇરા અને નૂપુર
મીડિયા રિપોર્ટ મુજબ ઇરા અને નૂપુર 3 જાન્યુઆરી એ કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ ઇરા અને નૂપુર બાંદ્રા માં આવેલી તાજ લેન્ડ એન્ડ હોટલ માં મહારાષટીયન રીતિ રિવાજ મુજબ લગ્ન કરશે. લગ્ન બાદ આમિર ખાન, 6 થી 10 જાન્યુઆરીની વચ્ચે તેની પુત્રી અને જમાઈ માટે બે રિસેપ્શન પાર્ટીઓનું આયોજન કરશે, જેમાંથી એક દિલ્હીમાં અને બીજી જયપુરમાં યોજાશે. જોકે હજુ સુધી આ લગ્ન કે રિસેપ્શન માં કોણ કોણ હાજરી આપશે તેની સૂચિ જાહેર કરવામાં આવી નથી
તમને જણાવી દઈએ કે, સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર નૂપુરે ઇરા ખાનને ઈટાલીમાં પ્રપોઝ કર્યું હતું, જેના પછી બંને એકબીજા ને ડેટ કરવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ કપલે પરિવાર અને મિત્રો ની હાજરી માં સગાઈ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Anupama: સિરિયલ અનુપમા માં થોડા દિવસ નહીં જોવા મળે બાપુજી! અરવિંદ વૈદ નું શોમાંથી બ્રેક લેવાનું કારણ આવ્યું સામે
