Site icon

આ દિવસે રિલીઝ થશે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’, અભિનેતાએ તમામ અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ, જારી કર્યું નિવેદન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર

બોલિવૂડ એક્ટર આમિર ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને કારણે ચર્ચામાં છે. કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી આવનારી ફિલ્મોની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આમિર ખાન પણ 14 એપ્રિલે સિનેમાઘરોમાં પોતાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ નહીં કરે.બીજી તરફ એવી પણ અફવા હતી કે 'KGF: Chapter 2' ને કારણે આમિર ખાન પણ પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલી શકે છે કારણ કે બંને ફિલ્મો એક જ દિવસે આવી રહી છે. આ તમામ સમાચારોએ ચાહકોને નિરાશ કર્યા હતા પરંતુ હવે આમિર ખાને આ અફવાઓ પર પૂર્ણવિરામ  લગાવતા નિવેદન જારી કર્યું છે, જેમાં તેણે સ્પષ્ટતા કરી છે કે ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવશે નહીં.

આમિર ખાન પ્રોડક્શને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન જારી કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ નિર્ધારિત સમય એટલે કે 14મી એપ્રિલ 2022ના રોજ બૈસાખીના દિવસે રિલીઝ થઈ રહી છે. આ પોસ્ટમાં પ્રોડક્શન હાઉસે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મની રિલીઝ ડેટ બદલવાના તમામ અહેવાલો બિલકુલ ખોટા છે અને એટલા માટે આવા સમાચાર પર વિશ્વાસ ન કરો.આ પોસ્ટમાં આગળ, પ્રોડક્શન હાઉસે ચાહકોનો આભાર માન્યો અને કહ્યું કે આ ફિલ્મને પૂર્ણ કરવાની સફરમાં અમને સાથ આપનારા તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ.આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' અને સાઉથ ઈન્ડસ્ટ્રીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'KGF: Chapter 2'  એક જ દિવસે એટલે કે 14 એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં આ દિવસ ફિલ્મ જગત માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો ટકરાતી જોવા મળશે.એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે 'KGF'ને કારણે 'લાલ સિંહ ચઢ્ઢા'ના કલેક્શનને અસર થઈ શકે છે પરંતુ આમિર ખાન પ્રોડક્શનની આ પોસ્ટ સ્પષ્ટ કરે છે કે તે સાઉથ ઈન્ડસ્ટ્રીની આ ફિલ્મથી ડરતો નથી.

આમિર ખાને કરીના કપૂર માટે પસંદ કરી હતી આ ખાસ ભેટ, તેના માટે ચૂકવી હતી અધધ આટલી ઊંચી કિંમત; જાણો વિગત

'લાલ સિંહ ચઢ્ઢા'માં કરીના કપૂર આમિર ખાન સાથે જોવા મળશે. આ એક રોમેન્ટિક ફિલ્મ છે જેમાં આમિર ખાને એક શીખનો રોલ કર્યો હતો. આમિર ખાનની આ ફિલ્મ હોલીવુડની ક્લાસિક ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મ દ્વારા આમિર અને કરીના ત્રીજી વખત સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ પહેલા બંને '3 ઈડિયટ્સ' અને 'તલાશ' ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version