Site icon News Continuous Bureau | Mumbai

Aamir khan: આમિર ખાન ની દીકરી ઇરા ખાન ના લગ્ન ની તૈયારી શરૂ, રોશનીથી ઝગમગી ઉઠ્યુ મિસ્ટર પરફેક્ટનીસ નું ઘર, જુઓ વિડીયો

Aamir khan:આવતીકાલે એટલે કે 3 જાન્યુઆરી એ આમિર ખાન ની દીકરી ઈરા ખાન લગ્નના બંધનમાં બંધાશે. આ દરમિયાન આમિર ખાન અને રિના દત્તા નું ઘર રોશનીથી ઝગમગી રહ્યું છે. જેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

aamir khan house lights up before daughter ira khan wedding

aamir khan house lights up before daughter ira khan wedding

News Continuous Bureau | Mumbai

Aamir khan:બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનીસ આમિર ખાન અને રિના દત્તા ની દીકરી ઇરા ખાન આવતીકાલે તેના મંગેતર નૂપુર શિખરે સાથે લગ્ન ના બંધન માં બંધાશે. ઇરા અને નૂપુર ના પ્રિ વેડિંગ ફંક્શન થઇ ચુક્યા છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી હવે આમિર ખાન તેની દીકરી ઇરા ખાન ના લગ્ન ની તૈયારી માં વ્યસ્ત છે. દીકરી ઈરાના લગ્ન પહેલા આમિર ખાન અને રીના દત્તાના મુંબઈના ઘરને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે.બંને ઘર રોશનીથી ઝળહળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

 

આમિર ખાન ના ઘરે દીકરી ઇરા ના લગ્ન ની તૈયારી 

આમિર ખાન ની દીકરી તેના મંગેતર નૂપુર સાથે મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ લગ્ન કરશે. મીડિયા રીપોર્ટ માં એવું કહેવામાં આવ્યું હતું કે બંને પહેલા કોર્ટ મેરેજ કરશે અને ત્યારબાદ મહારાષટીયન રીતિ રિવાજ મુજબ લગ્ન કરશે.હવે આમિર ખાન ના ઘરે ઇરા ખાન ના લગ્ન ની તૈયારી થઇ ગઈ છે. આમિર ખાન ના મુંબઈ ના બે માળ ના ઘર ને રોશની થી સજાવવામાં આવ્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


 

તમને જણાવી દઈએ કે, ઇરા ખાન એ આમિર ખાન અને રિના દત્તા ની દીકરી છે. આમિર ખાને પહેલા રિના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે એક ઇરા ખાન અને બીજો જુનૈદ ખાન.

આ સમાચાર પણ વાંચો : Aamir khan: અભિનય બાદ હવે આમિર ખાન ને લાગ્યો આ વસ્તુ નો ચસ્કો, આ ક્ષેત્ર ની લઇ રહ્યો છે તાલીમ

 

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version