Site icon

Aamir khan: શું માયાનગરી માંથી આમિર ખાન નો ઉડી ગયો છે મોહ? જાણો કેમ અભિનેતા મુંબઈ છોડી ચેન્નાઇ માં થઇ રહ્યો છે શિફ્ટ

Aamir khan: લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા બાદ આમિર ખાને કામ માંથી બ્રેક લીધો હતો પરંતુ હાલમાંજ તેને જાહેરાત કરી હતી કે તે ફિલ્મ સિતારે જમીન પર ફિલ્મ થી કમબેક કરી રહ્યો છે. આ બધા ની વચ્ચે આમિર ખાન ને લઇ ને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આમિર ખાન મુંબઈ છોડી રહ્યો છે.

aamir khan is planning to shift mumbai to chennai know the reason

aamir khan is planning to shift mumbai to chennai know the reason

News Continuous Bureau | Mumbai

Aamir khan: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા જલ્દી જ મુંબઈ છોડી ને બીજા શહેર માં જશે.રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે આમિર ખાન આગામી બે મહિનામાં ચેન્નાઈ શિફ્ટ થઈ જશે. અભિનેતાના મુંબઈથી ચેન્નાઈ શિફ્ટ થવાનું સૌથી મોટું કારણ તેની માતા ઝીનત હુસૈન છે.

Join Our WhatsApp Community

 

મુંબઈ છોડી ચેન્નાઇ શિફ્ટ થશે આમિર ખાન 

આમિર ખાનની નજીકના એક સૂત્રએ મીડિયાને કહ્યું હતું કે, ‘આમિર ની માતા ચેન્નાઇ માં રહે છે.ત્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.. આવી સ્થિતિમાં આમિર પોતાનો બધો સમય તેની માતા સાથે વિતાવવા માંગે છે. આ કારણોસર તે હવે ચેન્નાઈ શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે.આમિર ખાન ચેન્નાઈમાં હોસ્પિટલ પાસેની એક હોટલમાં રોકાશે જ્યાં તેની માતાની સારવાર ચાલી રહી છે.’ આ સમાચાર સામે આવ્યા બાદ આમિર ખાન ના ચાહકો વિચારી રહ્યા છે કે જો આમિર ખાન મુંબઈ છોડી દેશે તો તેની ફિલ્મોનું શું થશે. હાલમાં આ મામલે અભિનેતા તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચોઃ Aamir khan and fatima sana shaikh: ડેટિંગ ની અફવા ની વચ્ચે ફરી સાથે આવ્યા આમિર ખાન અને ફાતિમા સના શેખ, આ ફિલ્મ માટે કરશે સાથે કામ

આમિર ખાન નું વર્ક ફ્રન્ટ 

આમિર ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો હાલમાં જ અભિનેતા એ તેની ફિલ્મ સિતારે જમીન પર ની જાહેરાત કરી હતી. આ સિવાય તેના પ્રોડક્શન હેઠળ ઘણી ફિલ્મો બનવા જઈ રહી છે. જેમાંથી એક ફિલ્મ માં ફાતિમ સના શેખ ને સાઈન કરવામાં આવી છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version