Site icon News Continuous Bureau | Mumbai

Aamir Khan: રીના દત્તા સાથે છૂટાછેડા લીધા બાદ ડિપ્રેશનનો શિકાર બન્યો હતો આમિર ખાન, બોલિવૂડ ના આ બે સુપરસ્ટાર એ આપ્યો સાથ

Aamir Khan: ફિલ્મ 'સિતારે જમીન પર'ની સફળતા વચ્ચે આમિરે પોતાના જીવનના સંઘર્ષભર્યા સમય વિશે ખુલાસો કર્યો

Aamir Khan Opens Up About Depression After Divorce from Reena Dutta

Aamir Khan Opens Up About Depression After Divorce from Reena Dutta

News Continuous Bureau | Mumbai

Aamir Khan: બોલીવૂડ અભિનેતા આમિર ખાન હાલમાં તેની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ ના સફળતાને લઈને ચર્ચામાં છે. પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના અંગત જીવનના સંઘર્ષભર્યા સમય વિશે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે 2001માં રીના દત્તા સાથે છૂટાછેડા બાદ તે ગંભીર ડિપ્રેશનમાં ગયો હતો અને રોજ રાત્રે દારૂ પીતો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’ માં જયદીપ અહલાવત સિવાય વધુ એક કલાકાર ની થઇ નવી એન્ટ્રી, મેકર્સે રિલીઝ કર્યો વીડિયો

 “હું બેહોશ થઈ જતો હતો…” – આમિરનો ખુલાસો

આમિરે મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે “જ્યારે રીના ઘરમાંથી ગઈ, ત્યારે હું એકદમ ખાલી અને મૂંઝવણ માં હતો. કોઈ સાથે વાત ન હતી, તો મેં એક બોટલ ખોલી અને આખી પી ગયો. પછી દરરોજ રાત્રે દારૂ પીવા લાગ્યો. હું સૂતો નહોતો, બેહોશ થઈ જતો હતો.”આમિરે જણાવ્યું કે જૂહી ચાવલા તેને ફોન કરીને મળવા આવી હતી. “સાત વર્ષથી વાત નહોતી થઈ, પણ તેણે કહ્યું કે તું પેચ-અપ કર. તેણે મને સમજાવ્યું કે તું એકલો નથી.” આમિરે કહ્યું કે જૂહીનો સપોર્ટ તેના માટે ખૂબ મહત્વનો હતો.


આમિરે કહ્યું કે “સલમાન ખાન મારા ઘરે ડિનર માટે આવતો હતો અને લાંબી વાતો કરતો હતો. એ સમયમાં હું કોઈને મળતો નહોતો, પણ સલમાને મને સમજાવ્યું અને મારી સાથે દોસ્તી શરૂ થઈ. 2001-2002માં અમારી બોન્ડિંગ મજબૂત થઈ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version