Site icon News Continuous Bureau | Mumbai

Rangela Re Release: 30 વર્ષ બાદ ફરીથી થિયેટરમાં આવી રહી છે આમિર ખાનની ‘રંગીલા’, જાણો ક્યારે થશે રી રિલીઝ

Rangela Re Release: આમિર ખાન ની ફિલ્મ રંગીલા રી રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી. હવે નવી પેઢીને પણ મળશે આ ક્લાસિક ફિલ્મનો અનુભવ

Aamir Khan Rangela Returns to Theatres After 30 Years in 4K HD Format

Aamir Khan Rangela Returns to Theatres After 30 Years in 4K HD Format

News Continuous Bureau | Mumbai

Rangela Re Release: 1995માં રિલીઝ થયેલી આમિર ખાન, ઉર્મિલા માતોંડકર અને જેકી શ્રોફ અભિનિત ફિલ્મ ‘રંગીલા’  હવે 30 વર્ષ બાદ ફરીથી થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. 28 નવેમ્બરે આ ફિલ્મ 4K HD રીસ્ટોર વર્ઝનમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું છે કે તેઓ જૂની યાદોને તાજી કરવા સાથે નવી પેઢીને પણ આ ફિલ્મનો અનુભવ કરાવવાનો ઈરાદો રાખે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty Restaurant: શિલ્પા શેટ્ટીના રેસ્ટોરાંમાં 920ની ચા અને 1.59 લાખની વાઇન, એક રાત માં કરે છે અધધ આટલી કમાણી

રંગીલા – એક કલ્ટ ક્લાસિક

રામ ગોપાલ વર્મા દ્વારા દિગ્દર્શિત રંગીલા એ સમયની એક અનોખી ફિલ્મ હતી. એ.આર. રહેમાન ના સંગીત અને ઉર્મિલાની અભિનયથી ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મે 14માંથી 7 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા, જેમાં શ્રેષ્ઠ સંગીત, સહાયક અભિનેતા અને વિશેષ જ્યુરી એવોર્ડનો સમાવેશ થાય છે.અલ્ટ્રા મીડિયા ના સીઈઓ સુશીલકુમાર અગ્રવાલે જણાવ્યું કે “રંગીલા” એ બોલીવૂડના સુવર્ણ યુગની યાદગાર યાત્રા છે. અલ્ટ્રા રિવાઇન્ડ ના માધ્યમથી આ ફિલ્મને આધુનિક દર્શકો માટે 4K ફોર્મેટમાં લાવવામાં આવી રહી છે. આ રી-રિલીઝથી ફિલ્મના ભાવનાત્મક પલ અને સંગીત ફરીથી જીવંત થશે.


આમિર ખાનની કુલ 7 ફિલ્મો રી-રિલીઝ માટે તૈયાર છે, જેમાં રંગીલા પણ સામેલ છે. આ પહેલથી જૂની ફિલ્મોને નવી ટેક્નોલોજી અને નવા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રંગીલા 1995માં રિલીઝ થઈ હતી અને 2025માં તેની 30મી વર્ષગાંઠ નિમિત્તે ફરીથી થિયેટરમાં આવશે.આ ફિલ્મ 28 નવેમ્બરે રી રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Govinda David Dhawan Partnership ગોવિંદાડેવિડ ધવનની જોડી કેમ તૂટી? ૧૭ સુપરહિટ ફિલ્મો આપ્યા પછી અભિનેતાએ ખોલ્યા મોટા રાઝ
Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
Exit mobile version