Site icon News Continuous Bureau | Mumbai

આમિર ખાને પહેલીવાર સંભળાવી પોતાના પહેલા પ્રેમ અને દિલ તૂટવાની કહાની- રીના કે કિરણ નહીં કોઈ બીજી જ હતી તે છોકરી

News Continuous Bureau | Mumbai

માયાનગરી મુંબઈ માં ચોમાસાની મોસમ છે અને કોફીના કપ સાથે રોમાંસ વચ્ચે, બોલિવૂડ સ્ટાર આમિર ખાને તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું બીજું(Lal Singh chaddha second song)એક સુંદર ગીત 'ફિર ના ઐસી રાત આયેગી'' સોશિયલ મીડિયા લાઇવ દ્વારા(Social media live launch) લોન્ચ કરવામાં આવ્યું છે.સુપરસ્ટાર પોતાની ફિલ્મોમાં પ્રેમીની ભૂમિકામાં ઘણી વખત જોવા મળ્યો છે. પરંતુ તાજેતરમાં જ આમિર ખાને તેના પ્રથમ પ્રેમ અને હૃદયભંગ (heart break)અંગે ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Channel

તાજેતરમાં, કેટલાક પ્રતિભાશાળી યુવા ભારતીય સર્જકો સાથે લાઇવ વાર્તાલાપ(live session) દરમિયાન 'ફિર ના ઐસી રાત આયેગી' ગીત લોન્ચ કરતી વખતે, ગીતની થીમને ધ્યાનમાં રાખીને તેને તેનો પહેલો પ્રેમ યાદ આવ્યો. અભિનેતાએ કહ્યું કે આ તે સમય હતો જ્યારે હું ટેનિસ (tennis)રમતો હતો, તે પણ મારી સાથે આ જ ક્લબમાં હતી અને એક દિવસ મને ખબર પડી કે તે તેના પરિવાર સાથે દેશ છોડીને (left country)ચાલી ગઈ છે, તે સમયે હું ખૂબ જ દુઃખી હતો. મુશ્કેલ ભાગ એ છે કે તેણીને ખબર ન હતી કે હું તેણીને પસંદ કરું છું. તેના વિશે એક જ વસ્તુ સારી હતી કે હું ખૂબ જ સારો ટેનિસ ખેલાડી (tennis player)બન્યો. બાદમાં, થોડા વર્ષો પછી હું સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં (state level championship)ટેનિસ રમ્યો અને નેશનલ લેવલ ચેમ્પિયન(National level champion) બન્યો.આ ગીતના લોન્ચિંગ દરમિયાન આમિર ખાને પોતાના જીવનના એવા રહસ્યો ખોલ્યા, જેનાથી અત્યાર સુધી બધા અજાણ હતા. અભિનેતાએ કહ્યું કે, કેવી રીતે તેના ગયા પછી તે સંપૂર્ણપણે પાગલ થઈ ગયો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે તેનો પહેલો પ્રેમ તેનો ખૂબ જ નજીકનો મિત્ર છે, જેને તેની એકતરફી લાગણીઓ વિશે કોઈ ખ્યાલ નથી.

આ સમાચાર પણ વાંચો : રિતિક રોશનની આ એક માંગણી થી ફિલ્મ વિક્રમ વેધાનું બજેટ અનેકગણું વધી ગયું-બની અભિનેતાની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ

આમિરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું લેટેસ્ટ ગીત 'ફિર ના ઐસી રાત આયેગી' દુનિયાભરમાંથી(worldwide) પ્રેમ મેળવી રહ્યું છે. તેની જૂની શૈલી અને ગીતોના કારણે તેને આ દાયકાનું સર્વશ્રેષ્ઠ ગીત માનવામાં આવી રહ્યું છે. આમિર ખાન પ્રોડક્શન્સ, કિરણ રાવ અને વાયકોમ 18 (Viacom 18) સ્ટુડિયો દ્વારા નિર્મિત, 'લાલ સિંહ ચઢ્ઢા'માં કરીના કપૂર ખાન, મોના સિંહ અને ચૈતન્ય અક્કીનેની પણ મુખ્ય ભૂમિકામાં છે.

 

Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Sourav Ganguly HC Setback સૌરવ ગાંગુલીને મોટો આંચકો ફિલ્મ ‘દૂસરા’ને મળી લીલી ઝંડી, દાદાની અરજી ફગાવાઈ..
Exit mobile version