Site icon

Aamir khan ફિલ્મના સીન ને પરફેક્ટ બનાવવા આમિર ખાને પીધી હતી દારૂ ની આખી બોટલ, નશામાં ધૂત થઇ કરિશ્મા કપૂર સાથે કર્યું હતું આવું વર્તન

એક સમય એવો હતો જ્યારે બોલિવૂડ એક્ટર આમિર ખાનને દારૂની સખત લત હતી. તે એક-બે પેગ નહીં પણ દારૂની આખી બોટલ પી લેતો હતો. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ કર્યો હતો.

Aamir khan revealed drink alcohol for perfect scene in karishma kapoor starrer blockbuster films raja hindustani

Aamir khan revealed drink alcohol for perfect scene in karishma kapoor starrer blockbuster films raja hindustani

News Continuous Bureau | Mumbai

Aamir khan બોલિવૂડ નો પરફેક્શનિસ્ટ આમિર ખાન ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના જીવન સાથે જોડાયેલા મોટા ખુલાસા કરતો રહે છે. એકવાર તેણે બધાની સામે ખુલાસો કર્યો હતો કે તેને દારૂનું વ્યસન છે. તેણે એ પણ જણાવ્યું કે તે અન્ય લોકોની જેમ એક કે બે પેગ પીતો નથી, પરંતુ આખી બોટલ પીવે છે. આટલું જ નહીં, તેણે એ પણ કહ્યું હતું કે તેણે ઘણી વખત ફિલ્મોના સેટ પર દારૂ પીધો હતો અને શૂટિંગ માટે પણ ગયો હતો. એ પછી શું થયું? ચાલો જાણીએ.

Join Our WhatsApp Community

રાજા હિન્દુસ્તાની ના સેટ પર દારૂ પી ને કર્યું હતું શૂટિંગ

ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની‘નું એક પ્રખ્યાત ગીત ‘તેરે ઇશ્ક મેં નાચેંગે’નું શૂટિંગ થવાનું હતું. આ ગીતમાં તેણે એવી રીતે અભિનય કરવાનો હતો કે લોકોને લાગે કે તે નશામાં છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ઈચ્છે તેવો અભિનય કરી શકતો નથી. તેથી તેણે ખરેખર દારૂ પીધો અને પછી નશામાં આવીને કરિશ્મા કપૂર સાથે ઘણો ડાન્સ કર્યો. દારૂ પીધા પછી તેણે કેવો શોટ આપ્યો તેની તેને ખબર ન હતી. બીજા દિવસે જ્યારે તે સેટ પર આવ્યો અને શોટ જોયો ત્યારે તેણે કહ્યું, હવે આવી ને આ સીન માં વાત. આવું જ આમિર ખાને તેની ફિલ્મ 3 ઈડિયટ્સમાં કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Stock Market : ઉંધા માથે પટકાયું શેર માર્કેટ, સેન્સેક્સમાં 685 પોઈન્ટનો કડાકો, રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનો ઘટાડો…

આમિર ખાને છોડી દીધો દારૂ

આમિર ખાને ઈન્ટરવ્યુ દરમિયાન એ પણ જાહેરાત કરી હતી કે હવેથી તે ક્યારેય દારૂને અડશે નહીં. તેણે કહ્યું હતું કે, “હું તમને એક સારા સમાચાર આપવા માંગુ છું. હું દરરોજ દારૂ પીતો નથી, પરંતુ જ્યારે પણ હું પીવા બેસું છું ત્યારે ઘણી વખત હું આખી બોટલ પૂરી કરી દઉં છું. મને લાગ્યું કે આ યોગ્ય નથી. કારણ કે હું દારૂ પીઉં છું. દારૂ પીતો નથી. હું દારૂને નિયંત્રિત કરી શકતો નથી. દારૂ મને નિયંત્રિત કરે છે, તેથી મેં તેને છોડી દેવાનું વિચાર્યું. હવેથી હું ક્યારેય દારૂને સ્પર્શ કરીશ નહીં.”

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version