News Continuous Bureau | Mumbai
Aamir khan: આમિર ખાન ને બોલિવૂડ માં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.આમિર ખાન તેની દરેક ફિલ્મ માં ઝીણા માં ઝીણી બાબતો નું ધ્યાન રાખે છે. અને આ વસ્તુ ની શરૂઆત તેની ફિલ્મ કયામત સે કયામત તક થી શરૂ થઇ. આમિર ખાને તેની ફિલ્મ લાપતા લેડીઝ ના પ્રમોશન વખતે મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ બનવા પાછળ નો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Rakul and Jackky wedding: રકૂલ અને જેકી ને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ , લગ્ન ની શુભેચ્છા પાઠવતા પત્ર માં લખી આવી વાત
આમિર ખાને સંભળાવ્યો કિસ્સો
આમિર ખાન હાલ તેના પ્રોડક્શન હાઉસ ની ફિલ્મ લાપતા લેડીઝ ના પ્રમોશન માં વ્યસ્ત છે આ દરમિયાન તેને મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં આમિર ખાને એક રસપ્રદ કિસ્સો સંભળાવતા કહ્યું, હું મારી પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’નું શૂટિંગ કરી રહ્યો હતો. મારા મેક-અપ રૂમથી થોડે દૂર બીજી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જ્યાં એક મોટા અભિનેતા લગભગ 100 થી 200 વખત તેમના સંવાદોનું રિહર્સલ કરી રહ્યા હતા અને તે બીજું કોઈ નહીં પણ અમિતાભ બચ્ચન હતા.અમિતજી જેવા સુપરસ્ટારને આ રીતે રિહર્સલ કરતા જોઈને મને આશ્ચર્ય થયું. તેમને આટલી મહેનત કરતા જોઈને મારા પર ઊંડી અસર પડી. તે દરમિયાન અમિત જીને એક લાંબો સીન શૂટ કરવાનો હતો. તેમણે 8 થી 10 ટેક આપ્યા અને શોટ પૂરો થયા પછી તેઓ ડિરેક્ટર પ્રકાશ મહેરા પાસે ગયા. આ પછી તેમણે ડિરેક્ટરને કહ્યું, ‘પ્રકાશ, હું બહુ ઝડપથી બોલતો ન હતો’. તે મારા માટે એક પાઠ હતો કે રિહર્સલનો કોઈ અંત નથી. ઇતિહાસના મહાન અભિનેતાઓમાંના એક ચાર્લી ચેપ્લિન 200 થી 300 વખત રિહર્સલ કરતા હતા. એટલા માટે હું પણ રિહર્સલ કરવામાં અને પાત્ર માટે ઘણી તૈયારી કરવામાં માનું છું.’
