Site icon News Continuous Bureau | Mumbai

શાહરુખ ખાને આમીર ખાનના હાથમાંથી લીધો આ મોટો પ્રોજેક્ટ! લોકોએ કહ્યું- ‘પઠાણની અસર છે

બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' નો જાદુ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યો છે. ફિલ્મ રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે આમિર ખાન ના હાથ માંથી મોટો પ્રોજેક્ટ સરકી ને શાહરૂખ ખાન પાસે ગયો છે.

aamir khan to replaced by pathaan actor shah rukh khan in an ad netizens says its pathaan effect

શાહરુખ ખાને આમીર ખાનના હાથમાંથી લીધો આ મોટો પ્રોજેક્ટ! લોકોએ કહ્યું- 'પઠાણની અસર છે

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક સમયથી સતત ફ્લોપ ફિલ્મોથી પરેશાન હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નૈયા આખરે શાહરુખ ખાને પાર કરી છે. બોક્સ ઓફિસ પર લાંબા સમય સુધી હિટ ફિલ્મોનો દુકાળ હતો, પરંતુ પઠાણના તોફાને આ  દુકાળ નો અંત લાવી દીધો.4 વર્ષ પછી પઠાણ બનીને આવેલા શાહરૂખ ખાને અજાયબી કરી બતાવી છે. આ ફિલ્મ દરરોજ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે દુનિયાભરમાં લગભગ 700 કરોડનો બિઝનેસ કર્યો છે.અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ આ ફિલ્મ 1000 કરોડનો આંકડો પાર કરી જશે. આ ફિલ્મની સફળતા બાદ શાહરૂખ ખાનના હાથમાં મોટી ઑફર્સ આવી છે.

Join Our WhatsApp Channel

 

આમિર ખાન ના હાથ માંથી સરક્યો આ પ્રોજેક્ટ 

કિંગ ખાનને લેવામાં માત્ર ફિલ્મ મેકર્સ જ નહીં, પરંતુ એડ કંપનીઓ પણ પાછળ પડી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, હવે તેને ફોન પેમેન્ટ એપ માટે પણ ઓફર મળી છે, જે પહેલા આમિર ખાન કરી રહ્યો હતો.કંપનીએ આ અંગે શાહરૂખ ખાનનો સંપર્ક કર્યો છે પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે શાહરૂખે આ જાહેરાત માટે હા પાડી છે કે નહીં.મતલબ સ્પષ્ટ છે કે આ જાહેરાત આમિરના હાથમાંથી નીકળીને કિંગ ખાનના હાથમાં ગઈ છે. આવી સ્થિતિમાં લોકો આને પઠાણની સફળતા સાથે જોડી રહ્યા છે. લોકો કહે છે કે આ પઠાણ ઈફેક્ટ છે.

આમિર ખાન ની ફિલ્મ દંગલ નો રેકોર્ડ તોડશે શાહરુખ ની ફિલ્મ પઠાણ 

રિલીઝના એક અઠવાડિયા બાદ જ ‘પઠાણ’ ભારતમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે અને હવે જો નિષ્ણાતોનું માનીએ તો ટૂંક સમય માં આ ફિલ્મ આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ નો  387.38 કરોડનો રેકોર્ડ તોડી નાખશે. આમિર આજે પણ બોક્સ ઓફિસનો બાદશાહ છે, કારણ કે આમિરની ચાર ફિલ્મો ‘દંગલ’, ‘સિક્રેટ સુપરસ્ટાર’, ‘પીકે’ અને ‘ધૂમ 3’ સુપર ડુપર હિટ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચાર ફિલ્મોનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન લગભગ 1968 કરોડ, 875 કરોડ, 769 કરોડ અને 556 કરોડનું છે.

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version