Site icon News Continuous Bureau | Mumbai

Aamir khan: ‘સિતારે જમીન પર’માં આમિર ખાન ની પ્રેમિકા ની ભૂમિકા ભજવશે આ અભિનેત્રી, પહેલીવાર અભિનેતા સાથે શેર કરશે સ્ક્રીન

Aamir khan:જ્યારથી આમિર ખાને પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. ત્યારથી ફેન્સ તેને લઈને ઉત્સાહિત છે. આમિર ખાન હવે સિતારે જમીન પર નામ ની ફિલ્મ માં જોવા મળશે હવે આ ફિલ્મ સંબંધિત એક અપડેટ સામે આવ્યું છે.

aamir khan upcoming film sitaare zameen par genelia d'souza may join the team

aamir khan upcoming film sitaare zameen par genelia d'souza may join the team

News Continuous Bureau | Mumbai

Aamir khan: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ ને લઈને નવી માહિતી સામે આવી છે.વર્ષ 2022માં રિલીઝ થયેલી તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો અભિનેતા હવે ધમાકેદાર વાપસી  તૈયાર છે અને તે નિર્માતા અને અભિનેતા બંને તરીકે બહુવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. આમિર ખાને હાલમાં જ તેના આગામી પ્રોજેક્ટ વિશે માહિતી આપતા કહ્યું કે તેના આગામી એક્ટિંગ પ્રોજેક્ટનું નામ ‘સિતારે જમીન પર’ છે.આ સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન’ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં આમિર ખાન કોચની ભૂમિકા ભજવશે. તેની સામે એક નવો ચહેરો જોવા મળશે. 

Join Our WhatsApp Channel

 

આમિર ખાન ની ફિલ્મ ની અભિનેત્રી હશે જેનેલિયા ડિસુઝા દેશમુખ 

મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેત્રી જેનેલિયા એ આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ સાઈન કરી છે. અભિનેત્રીએ 16 વર્ષ પહેલા આમિર સાથે તેની ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ પ્રોડ્યુસ કરતી વખતે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેનો ભાણિયો ઇમરાન ખાન પણ હતો, હવે જેનેલિયા આમિર સાથે સ્ક્રીન શેર કરશે. રિપોર્ટ્સ અનુસાર, તે આમિરની પ્રમિકા ની ભૂમિકા ભજવતી જોવા મળશે. 

આમિર ખાન સાથે ફિલ્મ કરવાને લઇ ને ખુશ છે જેનેલિયા 

અહેવાલો અનુસાર, “આમિર માને છે કે જેનેલિયા એક મજબૂત સ્વતંત્ર મહિલાના રોલમાં ફિટ છે. તેના દિગ્દર્શક સાથે ચર્ચા કર્યા બાદ આમિરે જેનેલિયાને ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરી છે. જેનેલિયા આમિર ની પ્રેમિકા ની ભૂમિકા ભજવશે અને અભિનેતાની સાથે ખાસ વિકલાંગ લોકોની ટીમને તાલીમ આપવા માટે પ્રવાસ પર પણ જશે. જેનેલિયા પણ આ પાત્ર ભજવવા અને પહેલીવાર આમિર સાથે કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.”

આ  સમાચાર પણ વાંચો : Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ આ ફિલ્મ સાથે ધમાકેદાર વાપસી કરી રહ્યો છે આમિર ખાન, ‘તારે જમીન પર’ સાથે છે કનેક્શન

Drishyam 3 Day 1 Box Office Collection ૨ ઑક્ટોબરનો અસલ વિજય! ‘દ્રશ્યમ ૩’ માટે દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ માત્ર સાંજના શો પહેલાં ₹૪૦ કરોડથી વધુની બંપર કમાણી
Abhishek Bachchan On Kajra Re 2 Point 0 શું બનશે ‘કજરા રે 2.0’? અભિષેક બચ્ચન બોલ્યા ‘હું તો તૈયાર છું, પણ ઐશ્વર્યા અને પપ્પા…’
Gondhal India Oscar Entry Special Screening ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ફિલ્મ ‘ગોંધળ’ની દેશના 6 શહેરોમાં થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ 6 ભાષાઓમાં દર્શાવાશે ફિલ્મ
Nushrratt Bharuccha Bali Accident બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાનો બાલીમાં ભયાનક અકસ્માત કરોડરજ્જુમાં ફ્રેક્ચર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે
Exit mobile version