Site icon News Continuous Bureau | Mumbai

લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થતા આમિર ખાન વળ્યો સાઉથ તરફ, જુનિયર એનટીઆર ની ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

બોલિવૂડ માં પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા બાદ આમિર ખાન વળ્યો દક્ષિણ ભારતીય ફિલ્મો તરફ. જુનિયર એનટીઆર ની ફિલ્મ માં ભજવી શકે છે વિલન ની ભૂમિકા

aamir khan will be the villain in jr ntr film

લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થતા આમિર ખાન વળ્યો સાઉથ તરફ, જુનિયર એનટીઆર ની ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર આમિર ખાન ( aamir khan ) ટૂંક સમયમાં દક્ષિણ ભારતીય ફિલ્મમાં ( film ) વિલનની ( villain  ) ભૂમિકામાં જોવા મળી શકે છે. હા, ‘KGF’ ચેપ્ટર 1 અને 2 ના દિગ્દર્શક પ્રશાંત નીલે તેની ફિલ્મ માટે જુનિયર એનટીઆર ( jr ntr  ) સાથે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનને જોડવાની યોજના બનાવી છે, તેની નજીકના સૂત્રોએ માહિતી આપી છે. જો આમ થાય છે તો આમિર ખાનના ચાહકો માટે આનાથી મોટું સરપ્રાઈઝ કંઈ હોઈ શકે નહીં. આમિર હાલમાં જ તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો, આ ફિલ્મથી તેણે લગભગ 4 વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કર્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.

Join Our WhatsApp Channel

 આમિર ખાન વિશે વિચાર કરી રહી છે ટીમ

પાન ઈન્ડિયન ફિલ્મોમાં કામ કરવા અંગે આમિર ખાન તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ પ્રશાંત નીલ અને જુનિયર એનટીઆર તેમના પ્રોજેક્ટની જાહેરાત કરી ચૂક્યા છે. જુનિયર એનટીઆરની સામેની ભૂમિકા માટે ટીમ આમિર પર વિચાર કરી રહી છે. આ પ્રોજેક્ટ આવતા વર્ષે શરૂ થવાની શક્યતા છે. હાલમાં, પ્રશાંત નીલ બાહુબલી ફેમ પ્રભાસ અભિનીત ફિલ્મ સાલારમાં વ્યસ્ત છે. સૂત્રોનું કહેવું છે કે તે હવે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનના કામમાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો:   યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જય સોની બાદ હવે આ કલાકાર ની થશે એન્ટ્રી, સિરિયલ માં આવશે લીપ

ફિલ્મ ની થઇ હતી જાહેરાત

પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, પ્રશાંત નીલ અને જુનિયર NTR તેમના સંયુક્ત સાહસની જાહેરાત કરશે. નીલ ના નજીકના સૂત્રોએ આ સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આ ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. જુનિયર એનટીઆર સાથેની ફિલ્મ અંગે દિગ્દર્શક પ્રશાંત નીલે કહ્યું છે કે આ ફિલ્મનો વિચાર તેમના મગજમાં 20 વર્ષ પહેલા જન્મ્યો હતો, પરંતુ તેના બજેટે તેને રોકી રાખ્યો હતો.

Kriti Sanon Personality Rights AI અને ડીપફેકના દુરુપયોગ સામે કૃતિ સેનન પહોંચી દિલ્હી હાઈકોર્ટ પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત રાખવા કરી અરજી, કોર્ટે ચુકાદાઓની વિગતો માંગી
Horror Film Obsession OTT Release થિયેટરોમાં ધ્રૂજાવી મૂકનારી સાયકોલોજિકલ હોરર ‘ઓબ્સેસન’ નો અનકટ અવતાર ઓટીટી પર હિન્દીમાં પણ થશે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Anand Dubey Joins Eknath Shinde Sena આનંદ દુબેએ થામ્યો એકનાથ શિંદેનો હાથ ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો આપી શિવસેનામાં થયા સામેલ
Exit mobile version