Site icon

Aamir Khan: ફૈસલ ખાને ભાઈ આમિર ખાન ને ચોંકાવનારો ખુલાસો, અભિનેતા ના અફેર વિશે કહી આવી વાત

Aamir Khan: આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને પ્રેસ કોન્ફરન્સમાં એક બ્રિટિશ પત્રકાર સાથેના સંબંધો અને અનૈતિક સંતાનનો દાવો કર્યો.

Aamir Khan's Brother Faisal Khan Reveals Actor's Extra-Marital Affair and Illegitimate Child

Aamir Khan's Brother Faisal Khan Reveals Actor's Extra-Marital Affair and Illegitimate Child

News Continuous Bureau | Mumbai

Aamir Khan: બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. આ વખતે તેમના પોતાના ભાઈ ફૈઝલ ખાને આમિર અને તેમના પરિવાર વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ફૈઝલનો દાવો છે કે આમિર નું  એક એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું અને તેમને એક અનૈતિક બાળક પણ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 માં જોવા મળી બોબી દેઓલ ની નવી ફિલ્મ ની ઝલક,સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

પ્રેસ કોન્ફરન્સમાં ફૈઝલ નો ચોંકાવનારો દાવો 

તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ફૈઝલ ખાને જણાવ્યું કે, જ્યારે તેઓ પોતાના પરિવારથી નારાજ હતા, ત્યારે તેમણે એક પત્ર લખ્યો હતો જેમાં પરિવારના દરેક સભ્ય વિશે લખ્યું હતું. તેમણે કહ્યું કે, તેમના પર લગ્ન માટે ખૂબ દબાણ હતું, પરંતુ જ્યારે તેઓ પોતાના પરિવારની પરિસ્થિતિઓ જુએ છે, ત્યારે વિચારે છે કે તેમને સલાહ કોણ આપી રહ્યું છે. ફૈઝલે પોતાની બહેન નિખત, પિતા અને કઝિનના સંબંધોનો ઉલ્લેખ કરતા આમિરના અંગત જીવન પર પણ ટિપ્પણી કરી.


 

ફૈઝલ ખાને દાવો કર્યો કે આમિર ખાનને બ્રિટિશ પત્રકાર જેસિકા હાઇન્સ સાથે સંબંધ હતો અને તેમનું એક બાળક પણ છે જે લગ્ન બહારનું છે. તેમણે કહ્યું, “આમિરનો જેસિકા હાઇન્સ સાથે સંબંધ હતો. તેમનાથી તેમને એક બાળક પણ છે, જે લગ્ન બહાર થયું. તે સમયે આમિર કિરણ રાવ સાથે લિવ-ઇનમાં હતા.”જણાવી દઈએ કે 2005માં એક મેગેઝિનના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે આમિર અને જેસિકા વચ્ચે ગાઢ સંબંધો હતા. રિપોર્ટ અનુસાર, જેસિકાએ બાળક રાખવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે આમિરે ગર્ભપાતની સલાહ આપી હતી. જોકે, આમિરે તે સમયે આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા અને ક્યારેય આ અંગે જાહેરમાં પુષ્ટિ કરી ન હતી. 

 

Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?
Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
Exit mobile version