Site icon

ભારતમાં ફ્લોપ પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં નંબર વન બની આમિર ખાન ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા જાણો કેટલી કરી કમાણી

News Continuous Bureau | Mumbai

બોલીવુડ અભિનેતા(Bollywood actor) આમિર ખાન(Aamir Khan) અને કરીના કપૂર ખાનની(Kareena Kapoor Khan) ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને(Laal Singh Chaddha) ઈન્ડિયન ઓડિયન્સે(Indian audience) ખાસ પસંદ કરી નથી. બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડની (Boycott Bollywood trends) અસર હેઠળ લાલ સિંહ ચઢ્ઢાની સ્ક્રિન ઘટી ગઈ છે. જબરજસ્ત વિરોધની વચ્ચે પણ આ ફિલ્મે ફ્લોપની કેટેગરીમાં(flop category) સ્થાન મેળવ્યું નથી. આમિરની પોપ્યુલારિટીના કારણે બોક્સ ઓફિસ (box office) પર લાલ સિંહ ચઢ્ઢા એવરેજ ફિલ્મ બની રહી છે. પરંતુ વિદેશમાં આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યાં છે.

Join Our WhatsApp Community

૧૧મી ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે ઘણાં પડકારોનો સામનો કર્યો છે. શો કેન્સલ થવાથી માંડીને સ્ક્રિન ઘટવા સુધીની તકલીફોમાંથી ફિલ્મ પસાર થઈ છે. જોકે ઓવરસીઝ માર્કેટમાં(overseas market) લાલ સિંહને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેના કારણે ઓવરસીઝ માર્કેટમાં ૬૦ કરોડ (૭.૫ મિલિયન ડોલર)નું કલેક્શન મળ્યું છે. સેકન્ડ વીક પૂરું થાય તે પહેલાં જ લાલ સિંહે ઓવરસીઝ કલેક્શનમાં(overseas collections) ગંગુબાઈ કાઠિયાવાડી(Gangubai Kathiawadi) અને ભૂલ ભુલૈયા ૨ને પછડાટ આપી દીધી છે. ૨૦૨૨ના વર્ષ દરમિયાન ઈન્ટરનેશનલ માર્કેટમાં સૌથી વધુ ઈનકમ મેળવનારી ફિલ્મ તરીકે લાલ સિંહ ચઢ્ઢાએ સ્થાન મેળવ્યું છે.   

આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી

૨૦૨૨માં ટોપ ૫ ઓવરસીસ ફિલ્મમાં પહેલા નંબરે લાલ સિંહ ચઢ્ઢા (૭.૫ મિલિયન ડોલર), ગંગુબાઈ કાઠિયાવાડી (૭.૪૭ મિલિયન ડોલર), ભૂલ ભુલૈયા ૨ (૫.૫૫ મિલિયન ડોલર), ધ કાશ્મીર ફાઈલ્સ (૫.૭ મિલિયન ડોલર) અને જુગ જુગ જિયો (૪.૩૩ મિલિયન ડોલર)નો સમાવેશ થાય છે.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version