Site icon News Continuous Bureau | Mumbai

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની સ્ટાર બની આરાધ્યા બચ્ચન, હોલીવુડ ની આ એક્ટ્રેસે ઐશ્વર્યા રાયની દીકરીને ગળે મળતો વિડીયો થયો વાયરલ; જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં(Aishwarya rai bachchan cannes film festival) ભાગ લીધો છે. તેની સાથે અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને પુત્રી આરાધ્યા બચ્ચને (Aaradhya Bachchan) પણ કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022માં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. ખાસ વાત એ છે કે ઐશ્વર્યા રાયની સાથે આરાધ્યા બચ્ચને પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જલવો બતાવ્યો હતો અને લોકોને તેના ચાહકો પણ બનાવી દીધા હતા. આરાધ્યા બચ્ચન સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા (social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે હોલિવૂડ એક્ટ્રેસ ઈવા લોંગોરિયા (Eva Longoria)ને ગળે લગાવતી અને ફોટો ક્લિક કરતી જોવા મળી હતી.

Join Our WhatsApp Channel

 
ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનો (Aaradhya Bachchan video)આ વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram) પરથી તેમના ફેનપેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આરાધ્યા બચ્ચનનો આ વીડિયો કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022 (cannes film festival) વચ્ચે યોજાયેલી ડિનર પાર્ટીનો છે, જેમાં આરાધ્યા તેના પિતા અને માતા એટલે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે પહોંચી હતી. વીડિયોમાં આરાધ્યા બચ્ચન પહેલા ઈવા લોંગોરિયાને ગળે લગાવે છે અને પછી તેના પુત્ર સાથે પણ વાત કરે છે.

 

વીડિયોમાં આરાધ્યા બચ્ચન ઈવા લોંગોરિયા (Eva longoria) સાથે ચેટ કરતી જોવા મળી હતી. આરાધ્યાએ તેના પુત્ર સાથે વાત કરતાં કહ્યું, "હેલો, મારું નામ આરાધ્યા છે." ત્યારે ઐશ્વર્યા રાયે પાછળથી અટકાવીને ઈવાના પુત્રને તેનું નામ પૂછ્યું. ફેન્સ પણ આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આરાધ્યાના વખાણ કરતા કરણ નામના યુઝરે લખ્યું, "પ્રિય મા-દીકરીની જોડી." અન્ય એક પ્રશંસકે લખ્યું, "આ લોકો ખૂબ જ સુંદર છે."

આ સમાચાર પણ વાંચો : કાન્સ 2022 માં બ્લેક લેસી મીની ડ્રેસમાં છવાઈ ગઈ હિના ખાન, તસવીરો થઇ વાયરલ; જુઓ ફોટોગ્રફ્સ

ડિનર પાર્ટીમાં (dinner party)ઐશ્વર્યા રાય ચમકદાર ગાઉનમાં જોવા મળી હતી, તો આરાધ્યા બચ્ચન રેડ આઉટફિટમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan trolled)થોડા દિવસો પહેલા પોતાની હેરસ્ટાઈલના કારણે લોકોના નિશાના પર આવી હતી. ચાહકોએ આરાધ્યા બચ્ચનને તેની હેરસ્ટાઈલ માટે જોરદાર ટોણો માર્યો હતો.

King 100 Tabu First Look Out નાગાર્જુનની ‘કિંગ ૧૦૦’ માંથી તબ્બુનો દમદાર ફર્સ્ટ લૂક રિલીઝ પાવરફુલ પોલિટિકલ લીડરના રોલમાં જોવા મળશે, ૨૮ વર્ષ બાદ જોડીની વાપસી
Kanika Kapoor Separation Gautam Hathiramani ‘બેબી ડૉલ’ સિંગર કનિકા કપૂરના લગ્નજીવનનો અંત ૪ વર્ષ બાદ બિઝનેસમેન પતિ ગૌતમ હાથીરમાનીથી અલગ થવાની કરી સત્તાવાર જાહેરાત
Salman Khan Releases Maatrubhumi Song સલમાન ખાને વહેલી સવારે ૫ વાગ્યે ‘માતૃભૂમિ’ ફિલ્મનું નવું ગીત રિલીઝ કર્યું ભાઈજાને પોતે આપ્યો અવાજ, સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો
Ayushmann Khurrana Lawrence Bishnoi Gang Threat બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે મળી ધમકી કરોડો રૂપિયાની ખંડણીની માગ, પોલીસ તપાસ તેજ
Exit mobile version