Site icon

‘આર્યા 3’નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, હાથમાં સિગાર અને પિસ્તોલ સાથે સુષ્મિતા સેન નો જોવા મળ્યો દમદાર લુક

આર્યા 3 વેબ સિરીઝ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર માં સુષ્મિતા સેનની સ્ટનિંગ સ્ટાઈલ જોવા મળી રહી છે

aarya season 3 teaser release sushmita sen look ravishing in pistol and cigar

'આર્યા 3'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, હાથમાં સિગાર અને પિસ્તોલ સાથે સુષ્મિતા સેન નો જોવા મળ્યો દમદાર લુક

News Continuous Bureau | Mumbai

 બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દરેકના દિલ જીતનાર સુષ્મિતા સેન હવે OTT પર ધમાલ મચાવી રહી છે. ગયા વર્ષે આવેલી વેબ સિરીઝ ‘આર્યા 2’ ને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તે જ સમયે, ચાહકો હવે આ વેબ સિરીઝની ત્રીજી સીઝન ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની આ રાહ નો અંત આવવાનો છે. ‘આર્યા 3’ વેબ સિરીઝ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર માં સુષ્મિતા સેનની સ્ટનિંગ સ્ટાઈલ જોવા મળી રહી છે. સુષ્મિતા ની આ સ્ટાઈલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સાથે જ હવે દર્શકો પણ આ સિરીઝ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

Join Our WhatsApp Community

 

રિલીઝ થયું આર્યા 3 નું ટીઝર 

આર્યા 3 નું રીલિઝ થયેલું ટીઝર જોઈને કહી શકાય કે આ વખતે સુષ્મિતા પહેલા કરતા વધુ શાનદાર દેખાવ કરવા જઈ રહી છે. ડિઝની પ્લસ હોટસ્ટારે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની  બહુ પ્રતિક્ષિત વેબ સિરીઝ ‘આર્યા 3’ નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝરમાં અભિનેત્રી હાથમાં સિગાર અને પિસ્તોલ પકડેલી જોવા મળી રહી છે. માત્ર 16 સેકન્ડના આ ટીઝર માં સુષ્મિતા ખૂબ જ પાવરફુલ લુકમાં જોવા મળી રહી છે. તેનો આ લુક જોઈને દરેક લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે. ટીઝરમાં તેણે સ્કિન ટાઈટ ગ્રીન કલરનું ટોપ અને બ્લેક કલરના ગોગલ્સ પહેર્યા છે. ટીઝરને જોઈને કહી શકાય કે છેલ્લી બે સીઝન ની સરખામણીએ આર્યા ત્રીજી સીઝન માં ધૂમ મચાવશે.

 

આવી હતી આર્યા ની સ્ટોરી 

તમને જણાવી દઈએ કે આર્યા એક એવી છોકરીની વાર્તા છે જે પોતાના પરિવારને બચાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. છેલ્લી બે સીઝનમાં, એવું દર્શાવવામાં આવ્યું છે કે આર્યાના પતિ તેજ સરીન નું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થાય છે. આ પછી તે પોતાના પતિના મોતનો બદલો લેવા માફિયા ગેંગમાં જોડાય છે. આ સિરીઝ સુષ્મિતા સેનની OTT ડેબ્યૂ સિરીઝ હતી, જેની પ્રથમ સિઝન 2020 માં આવી હતી.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version