Site icon

એક સમયે રસ્તા પર ગીતો ગાઈને કમાતો હતો બિગ બોસ 16 નો અબ્દુ રોઝીક, આજે છે તે કરોડોનો માલિક, જાણો તેની નેટવર્થ વિશે

આ દિવસોમાં અબ્દુ રોજિક બિગ બોસના ઘરમાં ધૂમ મચાવી રહ્યો છે. ચાહકો તેની ક્યૂટનેસથી પ્રભાવિત થાય છે. આજે અબ્દુ એક દિવસમાં લાખોની કમાણી કરે છે, પરંતુ શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે કલાકાર રસ્તા પર ગાતો હતો.

abdu rozik used to earn money by singing on road but today he is a star

એક સમયે રસ્તા પર ગીતો ગાઈને કમાતો હતો બિગ બોસ 16 નો અબ્દુ રોઝીક, આજે છે તે કરોડોનો માલિક, જાણો તેની નેટવર્થ વિશે

News Continuous Bureau | Mumbai

 તાજિકિસ્તાન ના ગાયક અબ્દુ રોજિક ( abdu rozik ) આ દિવસોમાં બિગ બોસ 16માં પોતાની પાંખો ફેલાવી રહ્યો છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઘણી લોકપ્રિયતા ( star ) મેળવી હતી. જોકે, અહીં સુધી પહોંચવા માટે અબ્દુને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પહેલા તે રસ્તા પર ઉભા રહીને ગાતો ( singing on road ) હતો. અબ્દુ રોજિક વિવિધ ભાષાઓમાં ગાઈ શકે છે. તેણે શોમાં જ્હાન્વી કપૂરથી લઈને માધુરી દીક્ષિત સુધીના દરેક માટે રોમેન્ટિક ગીતો ગાયા છે.અબ્દુ રોજિકને વિશ્વનો સૌથી યુવા ગાયક કહેવામાં આવે છે.

Join Our WhatsApp Community

 આર્થિક તંગી નો સામનો કર્યો હતો અબ્દુ રોઝીકે

અબ્દુનો જન્મ 23 સપ્ટેમ્બર 2003ના રોજ થયો હતો, તેનું અસલી નામ સવરીકુલ મુહમ્મદરોજીકી છે.અબ્દુ રોજિકને ચાર ભાઈ-બહેન છે. તે રિકેટ્સથી પીડિત છે. જેના કારણે તેની હાઇટ વધી શકી ન હતી.’બિગ બોસ 16’ના વિદેશી અને લોકપ્રિય સ્પર્ધક અબ્દુ રોજિક ભલે આજે સ્ટાર ( star )  બની ગયો હોય, પરંતુ અમુક સમયે તેને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમની પાસે ઘરની લીક થયેલી છતને રિપેર કરવાના પૈસા પણ નહોતા. જો કે હાલમાં અબ્દુને કોઈ કમી નથી અને તે લક્ઝરી લાઈફ જીવી રહ્યો છે. બિગ બોસ સ્પર્ધક પાસે મોંઘા વાહનો અને આલીશાન બંગલો છે. અબ્દુ ભલે ઊંચાઈમાં નાનો છે, પરંતુ તેની કુલ સંપત્તિના કારણે તેણે મોટા સ્ટાર્સને પાછળ છોડી દીધા છે.

આ સમાચાર પણ વાંચો: Viral Video : પુનામાં ઓટોરિક્ષા એ મર્સિડીઝ ની ગાડી નું ટોઈંગ કર્યું. હવે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

કરોડો નો મલિક છે અબ્દુ રોઝીક

તાજિકિસ્તાનનો રહેવાસી અબ્દુ યુટ્યુબ પર તેના ગીતો માટે ઘણો લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેના 3.9 મિલિયન ફેન ફોલોઈંગ છે. સિંગિંગ સિવાય અબ્દુ બ્લોગિંગ અને બોક્સિંગ પણ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબ્દુની કુલ સંપત્તિ લગભગ 2 કરોડ રૂપિયા છે. તેમાંથી મોટાભાગના તેના ગીતો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને યુટ્યુબમાંથી આવે છે. અહેવાલો અનુસાર, અબ્દુ પાસે બે મર્સિડીઝ બેન્ઝ ન્યૂ સી-ક્લાસ 1197-2022, ફેરારી જેવી કારનો સંગ્રહ છે, જેમાં યુનિક નંબર પ્લેટ સાથેની રોલ્સ રોયસ પણ છે. રોલ્સ રોયસની નંબર પ્લેટ પર અબ્દુ રોજિકનું નામ લખેલું છે. અબ્દુ હવે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળશે.

Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત
De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા
Exit mobile version