Site icon

Abhishek-Aishwarya: છૂટાછેડાની અફવાઓ વચ્ચે બચ્ચન પરિવારનો ધડાકો: આરાધ્યાના ફંક્શનમાં ઐશ્વર્યાનો હાથ પકડીને પહોંચ્યો અભિષેક, સાથે જોવા મળ્યા બિગ બી!

Abhishek-Aishwarya: છેલ્લા લાંબા સમયથી અભિષેક અને ઐશ્વર્યાના સંબંધોમાં તિરાડ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, આરાધ્યાના સ્કૂલ ઈવેન્ટમાં બચ્ચન પરિવારના આ 'રેર પબ્લિક અપીયરન્સ' એ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

Abhishek-Aishwarya Spotted Together at Aaradhya’s School Function Amid Divorce Rumors; Big B Joins Family

Abhishek-Aishwarya Spotted Together at Aaradhya’s School Function Amid Divorce Rumors; Big B Joins Family

News Continuous Bureau | Mumbai

Abhishek-Aishwarya: મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં આખું બચ્ચન પરિવાર આરાધ્યાને ચીયર કરવા પહોંચ્યું હતું. ૧૮ ડિસેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મુકાયું હોય તેમ લાગ્યું, કારણ કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં અભિષેક તેની પત્ની ઐશ્વર્યાનો હાથ પકડીને ચાલતો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ

બચ્ચન પરિવારનો શાહી અંદાજ

આરાધ્યા બચ્ચનના એન્યુઅલ ફંક્શનમાં બચ્ચન પરિવારનો શાહી અને સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અમિતાભ બચ્ચન બ્લેક સૂટ અને બ્લેઝરમાં અત્યંત પ્રભાવશાળી લાગી રહ્યા હતા, જ્યારે ઐશ્વર્યા રાયે બ્લેક આઉટફિટ પર સુંદર બનારસી દુપટ્ટો ધારણ કર્યો હતો, જે તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યો હતો. અભિષેક બચ્ચન પણ બ્લુ કેઝ્યુઅલ આઉટફિટમાં હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. આ ખાસ પ્રસંગે ઐશ્વર્યાના માતા વૃંદા રાય પણ બચ્ચન પરિવાર સાથે જોવા મળ્યા હતા, જે પરિવારની એકતાનો પુરાવો આપે છે.


છેલ્લા ઘણા સમયથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવ હોવાની ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ આ ઈવેન્ટમાં તેમની પ્રેમભરી કેમેસ્ટ્રીએ તમામ અફવાઓ પર વિરામ મૂકી દીધો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અભિષેક અને ઐશ્વર્યા એકબીજા સાથે વાતચીત કરતા અને હસતા-રમતા વેન્યુની અંદર પ્રવેશ્યા હતા. ખાસ કરીને જ્યારે અભિષેકે ઐશ્વર્યાનો હાથ પકડ્યો, ત્યારે ફેન્સ માટે તે સૌથી રાહતના સમાચાર સાબિત થયા હતા. આ દ્રશ્યોએ સાબિત કરી દીધું છે કે સોશિયલ મીડિયા પર થતી અટકળો માત્ર પાયાવિહોણી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Avatar 3 Review: અવતાર ૩ રિવ્યુ: દ્રશ્યોમાં જાદુ પણ વાર્તામાં એ જ જૂનો ‘દમ’, શું જેમ્સ કેમરૂનની ‘ફાયર એન્ડ એશ’ જોવી જોઈએ? વાંચો ટિકિટ બુક કરાવતા પહેલા
Movie Tickets: સસ્તી ટિકિટ અને ફેમિલી આઉટિંગ: મંગળવારે સિનેમા હોલમાં કેમ હોય છે સ્પેશિયલ ઓફર્સ?
Ikkis Final Trailer: ‘ઇક્કીસ’ ટ્રેલર: ૧૯૭૧ના યુદ્ધના હીરો અરુણ ખેત્રપાલની શૌર્યગાથા, અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્રની જોડીએ જીત્યા દિલ!
Exit mobile version