Site icon

Abhishek Bachchan : શું માતા જયા બચ્ચન ની જેમ રાજનીતિ માં પ્રવેશ કરશે અભિષેક બચ્ચન? સપા ના પ્રવક્તાએ કર્યો ખુલાસો

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનની રાજનીતિમાં એન્ટ્રીને લઈને ચર્ચા ચાલી રહી છે. એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તેઓ માતા જયા બચ્ચનની જેમ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા એ આ અંગે પાર્ટીનું સ્ટેન્ડ સાફ કર્યું છે.

abhishek bachchan contest election from prayagraj sp spokesperson reveals truth

abhishek bachchan contest election from prayagraj sp spokesperson reveals truth

 News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચનના પુત્ર અને બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન સતત ચર્ચામાં છે. આ વખતે અભિનેતાને લઈને બોલિવૂડ નહીં પરંતુ રાજકીય ગલીઓ ગરમ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક બચ્ચન બોલિવૂડની જોરદાર ઈનિંગ બાદ હવે રાજકીય ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. જો દાવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો તે પોતાના હોમ ગ્રાઉન્ડ પ્રયાગરાજથી લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે.

Join Our WhatsApp Community

શું રાજનીતિ માં પ્રવેશ કરશે અભિષેક બચ્ચન?

મીડિયા રિપોર્ટ્સ મુજબ અભિષેક બચ્ચન તેની માતા જયા બચ્ચનની જેમ સમાજવાદી પાર્ટીમાં જોડાઈને રાજકારણી તરીકે નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અભિષેકને પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યો છે અને તે પ્રયાગરાજથી ચૂંટણી લડવા માટે અખિલેશ યાદવની પહેલી પસંદ બની શકે છે. આ સંબંધમાં સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સાથે વાતચીત થઈ હતી. સપાના પ્રવક્તા એ ખુલાસો કર્યો છે કે આ દાવામાં કેટલી સત્યતા છે. સમાજવાદી પાર્ટી તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દાવાઓમાં કોઈ સત્ય નથી અને અભિષેક બચ્ચન ન તો સમાજવાદી પાર્ટીમાં જોડાઈ રહ્યો છે અને ન તો પ્રયાગરાજથી ચૂંટણી લડવાના તેમના દાવામાં કોઈ સત્યતા છે. સપાના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આ માત્ર રાજકીય કોરિડોરની ચર્ચા છે. આમાં કોઈ અર્થ નથી. પાર્ટીને અત્યારે આ અંગે કોઈ જાણકારી નથી.

આ સમાચાર પણ વાંચો : Sawan Vrat Recipe: શ્રાવણ મહિનાનો ઉપવાસ છે? તો ખાઓ ફરાળી પાવર પૅક્ડ ડ્રાયફ્રૂટ લાડુ,આ રીતે ઘરે જ બનાવો

અભિષેક બચ્ચન નું વર્ક ફ્રન્ટ

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા અભિષેક બચ્ચને હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે તે અફવાઓ પર તરત જ પ્રતિક્રિયા આપે છે, પરંતુ આ વખતે તેણે ચૂપ રહેવાનું વધુ સારું માન્યું છે, જેના કારણે અફવાને વધુ હવા મળી છે.અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ‘દસવી’માં જોવા મળ્યો હતો. અભિષેક બચ્ચન સાથે યામી ગૌતમ લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં પણ તેણે એક નેતાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં અભિષેકના કામના વખાણ થયા હતા.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Exit mobile version