Site icon News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan: ‘એવોર્ડ ખરીદે છે’ – પત્રકારના આ દાવાને અભિષેક બચ્ચને આપ્યો જડબાતોડ જવાબ, લખી આવી વાત

Abhishek Bachchan: ફિલ્મફેર એવોર્ડ જીત્યા બાદ પત્રકારના આરોપ પર અભિષેક બચ્ચનનો જવાબ: “ન મેં એવોર્ડ ખરીદ્યો છે, ન પીઆર કર્યું છે, માત્ર મહેનત કરી છે”

Abhishek Bachchan Responds to Journalist's Claim of Buying Awards: “I’ll Prove You Wrong”

Abhishek Bachchan Responds to Journalist's Claim of Buying Awards: “I’ll Prove You Wrong”

News Continuous Bureau | Mumbai 

Abhishek Bachchan: અભિષેક બચ્ચન ને તાજેતરમાં તેની ફિલ્મ ‘આઈ વોન્ટ ટૂ ટોક’ માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટર એવોર્ડ મળ્યો હતો. જ્યાં એક તરફ અભિષેકે આ સફળતાની ખુશી વ્યક્ત કરી, ત્યાં બીજી તરફ એક પત્રકારએ દાવો કર્યો કે તેમણે એવોર્ડ ખરીદ્યો છે. આ આરોપનો જવાબ આપતાં અભિષેકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને સ્પષ્ટતા આપી કે તેમણે ક્યારેય કોઈ એવોર્ડ ખરીદ્યો નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shekhar Kapur Announces Masoom 2: શેખર કપૂરનું કમબેક,’માસૂમ’ની સિક્વલ બનાવવાની કરી જાહેરાત, નવી પેઢી માટે નવી વાર્તા

પત્રકારનો આરોપ: “એવોર્ડ ખરીદે છે અને પીઆર પાવરથી ચર્ચામાં રહે છે”

પત્રકારએ સોશિયલ મીડિયા પર  લખ્યું હતું કે, “અભિષેક બચ્ચન સારા માણસ છે, પણ એ એવોર્ડ ખરીદીને અને પીઆર પાવર થી ચર્ચામાં રહેવાનું ઉદાહરણ છે. તેમના કરિયરમાં કોઈ સોલો બ્લોકબસ્ટર  નથી.” આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.અભિષેકે જવાબ આપતાં લખ્યું: “સાફ કહી દઉં, મેં ક્યારેય કોઈ એવોર્ડ ખરીદ્યો નથી અને ન જોરદાર પીઆર કર્યો છે. મેં માત્ર મહેનત કરી છે, ખૂન–પસિનો અને આંસુ વહાવ્યા છે. મને ખબર છે કે તમે મારી વાત પર વિશ્વાસ નહીં કરો, એટલે હું વધુ મહેનત કરીશ જેથી આગળથી મારી કોઈ પણ સિદ્ધિ પર તમને શંકા ન રહે.”


‘આઈ વોન્ટ ટૂ ટોક’નું દિગ્દર્શન શૂજીત સરકાર એ કર્યું હતું. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પણ અભિષેકના અભિનયની પ્રશંસા થઈ હતી. હવે તેઓ આગામી સમયમાં ‘રાજા શિવાજી’ અને ‘કિંગ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version