Site icon

અભિષેક બચ્ચન ને પિતા અમિતાભ માટે લાગે છે ખરાબ; જાણો શા માટે અભિનેતા એ કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)તેની નવી ફિલ્મ ‘દસવી’(Dasvi)માં તેના અભિનય માટે ઘણી પ્રશંસા મેળવી રહ્યો છે. તેના પિતા અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) પણ ફિલ્મમાં તેના શાનદાર અભિનય ના વખાણ કર્યા છે. હાલમાં જ પોતાના પુત્રના વખાણ કરતાં તેણે સોશિયલ મીડિયા(Social Media) પર લખ્યું હતું કે, 'અભિષેક, તું મારો ઉત્તરાધિકારી બનીશ, બસ કહી દીધું!'

Join Our WhatsApp Community

પિતા તરફથી મળેલા વખાણ પર હવે અભિષેકની(Abhishek) પ્રતિક્રિયા સામે આવી છે. તેણે કહ્યું કે તે દુનિયા માટે ભલે સુપરસ્ટાર (Superstar) હોય પરંતુ તેમના માટે તે પિતા છે. અભિષેકે(Abhishek) કહ્યું, 'તે બીજા પિતાની જેમ જ છે. લોકો ભૂલી જાય છે કે દિવસના અંતે તે સુપરસ્ટાર(Superstar) નથી પણ મારા પિતા છે. મને ક્યારેક તેમના માટે ખરાબ લાગે છે. તે કહે છે કે તે કેટલીકવાર પોતાને જે લાગે છે તેના પર ટિપ્પણી કરવાથી પોતાની જાત ને રોકે છે. તે આવું એટલા માટે કરે છે કારણ કે લોકોને એવું ના લાગવું જોઈએ કે તેઓ પક્ષપાત કરી રહ્યા છે. તેમણે મને જે કહ્યું તે તેમના માટે ખુબજ માર્મિક હતું. આ માટે હું હંમેશા આભારી રહીશ.'

આ સમાચાર પણ વાંચો : શનાયા કપૂરે તેના ટોન ફિગરને કર્યું ફ્લોન્ટ, મિત્રના જન્મદિવસની પૂલ પાર્ટી ની તસવીરો થઇ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

તમને જણાવી દઈએ કે દસવી(Dasvi) ફિલ્મ સિનેમાઘરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અભિષેક(Abhishek) સિવાય નિમરત કૌર (Nimrat kaur)અને યામી ગૌતમે (Yami gautam)પણ કામ કર્યું છે. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મમાં નિમરતના કામના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. લોકો તેમની મુખ્યમંત્રી(CM) તરીકેની ભૂમિકાને ખૂબ પસંદ કરી રહ્યા છે. 

Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત
TRP Report Week 45: અનુપમા એ જાળવી રાખ્યું તેનું સિંહાસન, ટોપ 5 માં આવ્યો મોટો ફેરફાર
The Family Man 3 Review: ‘ધ ફેમિલી મેન 3’નો રિવ્યૂ જાહેર! મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતની જોડીએ પડદા પર લગાવી આગ.
Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?
Exit mobile version