Site icon News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan: માતા કે પિતા? કોની સાથે શોપિંગ કરવા જવું પસંદ કરે છે અભિષેક બચ્ચન, જુનિયર બી નો મજેદાર જવાબ થયો વાયરલ

Abhishek Bachchan: અભિષેક બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં અભિષેકે કહ્યું, “મમ્મી મને 12 વર્ષની ઉંમર સુધી જે કપડા પહેરાવતી હતી, એ હું ભૂલી શકતો નથી”

Abhishek Bachchan says he avoids shopping with mom Jaya Bachchan due to childhood dressing trauma

Abhishek Bachchan says he avoids shopping with mom Jaya Bachchan due to childhood dressing traumaAbhishek Bachchan says he avoids shopping with mom Jaya Bachchan due to childhood dressing trauma

News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan:  બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન  હાલમાં મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલ માં પોતાની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક  માટે બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યા બાદ ચર્ચામાં છે. એવોર્ડ ફંક્શન દરમિયાન તેણે પોતાના બાળપણની એક મજેદાર વાત શેર કરી, જેમાં તેણે કહ્યું કે તે પોતાની મમ્મી જયાબચ્ચન સાથે ક્યારેય શોપિંગ કરવા નથી જતો, કારણ કે બાળપણમાં મમ્મી તેને જે કપડા પહેરાવતી હતી, એ તેને બિલકુલ પસંદ નહોતા

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rupali Ganguly: ‘અનુપમા’ ની રૂપાલી ગાંગુલી પર ‘ટોક્સિક’ હોવાનો આરોપ! પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી હકીકત

“શોપિંગ પપ્પા સાથે, ખાવા મમ્મી સાથે”

અભિષેકે કહ્યું, “હું મારા માતા-પિતા નો એકલો પુત્ર છું. 12 વર્ષની ઉંમર સુધી મમ્મી મને જે કપડા પહેરાવતી હતી, એ હું ભૂલી શકતો નથી. એટલે હું આજે પણ મમ્મી સાથે શોપિંગ કરતો નથી. પણ મમ્મી બંગાળી છે અને બંગાળી ખાવાનું  તો સૌથી સારું હોય છે. એટલે હું મમ્મી સાથે ખાવા જવાનું પસંદ કરું છું અને શોપિંગ માટે પપ્પા સાથે જવું પસંદ કરું છું.”


અભિષેકનો આ જવાબ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ફેન્સને તેનો આ હળવો અને મજાકિયા અંદાજ ખૂબ પસંદ આવ્યો. ઘણા યુઝર્સે લખ્યું કે “અભિષેક બચ્ચનનો હ્યુમર સેન્સ કમાલ છે.” આ ઘટના ફરીથી સાબિત કરે છે કે અભિષેક પોતાની સાદગી અને ઓનેસ્ટી માટે જાણીતો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Satluj Film Controversy ‘સતલજ’ ફિલ્મ વિવાદમાં નવો ટ્વિસ્ટ હાઈલેવલ કમિટીની રચના, સેન્સર બોર્ડની મંજૂરી વગર રિલીઝનો દાવો…
Exit mobile version