Site icon

Abhishek Bachchan : રાજકારણમાં આવવાના સમાચાર પર અભિષેક બચ્ચને તોડ્યું મૌન, રાજનીતિ વિશે કહી આ વાત

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનની એક તસવીર ગત દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી, જેમાં તે અખિલેશ યાદવ સાથે જોવા મળ્યો હતો. આ તસવીર સામે આવતાની સાથે જ તેની રાજનીતિમાં એન્ટ્રી મારવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અભિષેકે રાજકારણમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

abhishek bachchan speaks on entering in politics

abhishek bachchan speaks on entering in politics

News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan : બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ સમયાંતરે રાજકારણમાં સામેલ થયા છે. તેમાંથી કેટલાક ખૂબ જ સફળ રાજકારણી બન્યા, જ્યારે કેટલાકની કારકિર્દી ટૂંકા સમયમાં સમાપ્ત થઈ ગઈ અને તેઓ ફરીથી અભિનયની દુનિયામાં પાછા ફર્યા. અમિતાભ બચ્ચન, ગોવિંદા અને રાજેશ ખન્ના એવા કેટલાક ઉદાહરણ છે, જેઓ જોર શોર થી રાજકારણ તરફ વળ્યા પરંતુ થોડા સમય પછી તેમને રાજકારણથી દૂર રહેવું પડ્યું. ભૂતકાળમાં, અભિષેક બચ્ચન વિશે એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. અભિષેક બચ્ચનની એક તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી, જેમાં તે અખિલેશ યાદવ સાથે જોવા મળ્યો હતો. આ તસવીર પછી એવી અટકળો શરૂ થઈ હતી કે તેઓ સપા ( SP) માં જોડાઈ શકે છે પરંતુ અભિષેક બચ્ચને મીડિયા સાથે ખાસ વાત કરતા કહ્યું કે તેમનો રાજકારણમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Goa Dudhsagar: સેંકડો પ્રવાસીઓ પહોંચ્યા દૂધસાગર ધોધ પર, પોલીસે રોક્યા તો બ્લોક કરી દીધો રેલવે ટ્રેક, પછી પોલીસે આ રીતે શીખવાડ્યો સબક? જુઓ વીડિયો..

અભિષેક બચ્ચને રાજનીતિ વિશે કહી આ વાત

અભિષેક બચ્ચનના કહેવા પ્રમાણે, ‘હું રાજકારણ વિશે કંઈ જાણતો નથી. હું એક કલાકાર છું અને હું મારા બાકીના જીવન માટે અભિનય સાથે જોડાયેલ રહેવા માંગુ છું. રાજકારણમાં જવાનો મારો કોઈ ઈરાદો નથી. બચ્ચન પરિવારના એક નજીકના સહયોગીએ મીડિયા ને જણાવ્યું છે કે આ સમાચાર વાંચીને અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચને તેમની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે, ‘તમે રાજકારણમાં જોડાવાનો નિર્ણય લીધો છે અને અમને કહ્યું પણ નથી’. જણાવી દઈએ કે અભિષેક બચ્ચનના પિતા અમિતાભ બચ્ચન એક્ટિંગની દુનિયામાં સક્રિય છે, જ્યારે તેની માતા જયા બચ્ચન હજુ પણ રાજકારણના ક્ષેત્રમાં સક્રિય છે.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version