Site icon

‘બોબ બિશ્વાસ’ ના મેકર્સ ને લાગ્યો 440 વોલ્ટ નો ઝટકો, ફિલ્મ રિલીઝ થતાની સાથે ઓનલાઈન થઈ લીક, આ સાઈટ્સ પર આડેધડ થઈ રહ્યું છે ડાઉનલોડ ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ સ્ટારર ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ આ દિવસોમાં ચર્ચામાં છે. શુક્રવાર, 3 ડિસેમ્બરે, આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થઈ છે, જેને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ, ફિલ્મ રિલીઝ થતાની સાથે જ મેકર્સને 440 વોલ્ટનો આંચકો લાગ્યો છે.

મળતી માહિતી મુજબ, આ ફિલ્મ ઘણી વેબ સાઈટ પર ઓનલાઈન લીક થઈ ગઈ છે. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ફિલ્મ લીક થઈ હોય. ફિલ્મ લીક થવાના મામલામાં આ વખતે સૌથી કુખ્યાત સાઈટ તમિલરોકર્સનું નામ પણ સામે આવ્યું છે.આ સાઇટ પરથી ફિલ્મ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય બીજી ઘણી સાઇટ્સ છે જ્યાંથી મૂવી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે. આ ફિલ્મ હાલમાં ટેલિગ્રામ, ફિલ્મી ઝિલા સહિત ઘણી સાઇટ્સ પર હાજર છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ લીક થવાને કારણે મેકર્સને મોટું નુકસાન થવાનું નિશ્ચિત છે.

અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે લગ્ન પહેલા જ થઈ ગઈ પ્રેગ્નન્ટ, પરિવારજનો જાણી ને ચોંકી ગયા; જાણો શું છે સમગ્ર મામલો

બીજી બાજુ, જો આપણે ‘બોબ બિશ્વાસ’ ની ફિલ્મ વિશે વાત કરીએ, તો આ ફિલ્મ 2012ની થ્રિલર 'કહાની' ની સ્પિન-ઓફ છે, જે દિયા અન્નપૂર્ણા ઘોષના પિતા સુજોય ઘોષ દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. વાર્તામાં, બોબ બિસ્વાસ (શાશ્વત ચેટર્જી) ડરપોક વીમા એજન્ટ તરીકે સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. નવી ફિલ્મમાં અભિષેક બચ્ચન બોબ બિસ્વાસની ભૂમિકા ભજવી રહ્યો છે.શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ચિત્રાગંદા સિંહ, ટીના દેસાઈ છે. આ ફિલ્મનું નિર્દેશન દિયા અન્નપૂર્ણા ઘોષે કર્યું છે. જેને ચાહકો સહિત બોલિવૂડ સ્ટાર્સ તરફથી પણ પ્રશંસા મળી રહી છે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version