Site icon News Continuous Bureau | Mumbai

Achyut Potdar death: ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી આવ્યા માઠા સમાચાર, 3 ઇડિયટ્સ’ના અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની વયે થયું નિધન

Achyut Potdar Death: 3 ઇડિયટ્સ’ના અભિનેતા અચ્યુત પોતદાર એ મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના યોગદાનને યાદ કરી લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ.

Achyut Potdar Passes Away at 91

Achyut Potdar Passes Away at 91

News Continuous Bureau | Mumbai

Achyut Potdar death: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ માં પ્રોફેસરની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલા દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદાર નું નિધન થયું છે. 91 વર્ષની વયે તેમણે મુંબઈના થાણે ખાતે આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  War 2 OTT Release: વોર 2 ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો હૃતિક રોશન અને જુનિયર એનટીઆર ની ફિલ્મ

હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મળતી માહિતી અનુસાર, અચ્યુત પોતદાર છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. આ કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 18 ઓગસ્ટ 2025ના રોજ અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તેમના અંતિમ સંસ્કાર 19 ઓગસ્ટ 2025ના રોજ થાણેમાં કરવામાં આવશે.


અચ્યુત પોતદારે અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા ભારતીય સેના અને ઈન્ડિયન ઓઈલ કંપનીમાં કામ કર્યું હતું. 80ના દાયકામાં તેમણે ફિલ્મો અને ટીવી શોમાં કામ કરવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ તેમણે પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા. તેમણે ‘આક્રોશ’, ‘અર્ધ સત્ય’, ‘તેજાબ’, ‘પરિંદા’, ‘દિલવાલે’, ‘રંગીલા’, ‘વાસ્તવ’, ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘દબંગ 2’ અને ‘વેન્ટિલેટર’ જેવી ઘણી યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો. આ ઉપરાંત, તેમણે ‘વાગલે કી દુનિયા’, ‘માઝા હોશીલ ના’, અને ‘ભારત કી ખોજ’ જેવા પ્રખ્યાત ટીવી શોમાં પણ કામ કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version