News Continuous Bureau | Mumbai
Agastya nanda: અગસ્ત્ય નંદા એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. દર્શકો એ આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો.આ ફિલ્મ માં અગસ્ત્ય નંદા ની એક્ટિંગ ના ખુબ વખાણ થયા હતા. હાલમાં અગસ્ત્ય નંદા એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના નાના અમિતાભ બચ્ચન વિશે એવું કહ્યું કે જેની હવે ચર્ચા થઇ રહી છે. આ ઇન્ટરવ્યૂ માં તેને જણાવ્યું કે તે તેના નાના અમિતાભ બચ્ચન નો નહીં પરંતુ ઘરના આ સદસ્ય નો સૌથી મોટો ફેન છે.
અગસ્ત્ય નંદા છે અભિષેક બચ્ચન નો ફેન
મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન અગસ્ત્ય નંદા એ કહ્યું હતું કે તે તેના નાના અમિતાભ બચ્ચન નો નહીં પરંતુ મામા અભિષેક બચ્ચન નો સૌથી મોટો ફેન છે. ‘મારા મામુ મારા હીરો હતા.’ આ વિશે વધુ માં વાત કરતા અગસ્ત્ય નંદા એ કહ્યું, ‘એ થોડું વિચિત્ર છે કે હું મારા નાનાને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તરીકે જોતો નથી, પછી ભલે ગમે તેટલા ચાહકો તેમની આસપાસ હોય. હું તેમને મારા નાના તરીકે જોઉં છું. જોકે મારા માટે મારા મામુ મારા હીરો રહ્યા છે. અમે ધૂમ, હાઉસફુલ, ગુરુ જેવી ફિલ્મો જોઈને મોટા થયા છીએ. આ અમારી ફિલ્મો છે, મારા મામા મારા હીરો હતા, જ્યારે મેં ધૂમ જોઈ ત્યારે મને ફિલ્મની તે બાઈક ખૂબ જ ગમી. મારા નાના એક પેઢી આગળ ના હતા, તેથી હું તેમને જોઈને મોટો થયો નથી. હું મામુ ને જોઈને મોટો થયો છું, હું તેનો મોટો ફેન હતો અને હજુ પણ છું.’
તમને જણાવી દઈએ કે, અગસ્ત્ય નંદા ડિરેક્ટર શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મ ‘ઇક્કીસ’માં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : રાખી સાવંત ની મુશ્કેલી વધી, શું પતિ આદિલ ના મામલામાં જેલ જશે ડ્રામા ક્વીન? અભિનેત્રી ની જામીન અરજી પર કોર્ટે લીધો આ નિર્ણય
