Site icon News Continuous Bureau | Mumbai

નટુકાકાની અંતિમયાત્રામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સાથે જોડાયા બાદ બબિતાજીએ કર્યું આ કામ, સૌ કોઈની આંખો છલકાઈ ગઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 
સોમવાર 
ટીવી ઇન્ડસ્ટ્રીની સાથે જ નાટ્ય અને ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા દિગ્ગજ અભિનેતા ઘનશ્યામ નાયક ઉર્ફ નટુકાકાના આજે સવારે કાંદિવલીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સંપૂર્ણ ટીમ જોડાઈ હતી. 77 વર્ષના ઘનશ્યામ નાયકના મૃત્યુથી  પૂરી ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. લાંબા સમયથી બીમાર રહેલા નટુકાકાને કૅન્સર થયું હતુ. તેમની સારવાર પણ ચાલી રહી હતી.  તેમના નિધન બાદ ટીવી સિલેબ્રિટીઝ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી સહિત સિરિયલ સાથે સંકળાયેલા કલાકારો તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. કલાકારોએ તેમને ભારે દિલે શ્રદ્ધાંજલિ આપી હતી, તો સિરિયલની બબિતાજીનું પાત્ર ભજવનારી  મુનમુન દત્તાએ પણ નટુકાકા સાથેના પોતાના અનેક ફોટા સોશિયલ મિડિયા પર શૅર કર્યા હતા અને નટુકાકાની યાદોને તાજી કરી હતી.

શોકિંગ! આ જગવિખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટર, તેની પત્ની અને સસરાનું નામ પણ બહાર આવ્યું પેન્ડોરા પેપરમાં, આટલા કરોડ રૂપિયાના શેયર્સ આ લોકોના નામે.જાણો વિગત.

Join Our WhatsApp Channel
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version