અભિનેતા રણધીર કપૂર અને ઋષિ કપૂરના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા.
હાર્ટ અટેકના કારણે તેમનું મોત થયું છે. આજે રાજીવ કપૂરને ચેમ્બુર સ્થિત તેમના નિવાસ સ્થાને જ હાર્ટ અટેક આવ્યો હતો.
ગયા વર્ષે જ ઋષિ કપૂરનું કેન્સરથી મૃત્યુ થયું હતું. તેના આઘાતમાંથી પરિવાર હજુ બહાર નીકળ્યો હતો ત્યાં હવે કપૂર પરિવાર ફરીથી મુશ્કેલીમાં મુકાયો છે.