Site icon News Continuous Bureau | Mumbai

ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી શકે છે, ટૂંક સમયમાં જ સમન્સ પાઠવવામાં આવે એવી શક્યતા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપ હેઠળ બૉલિવુડ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાની સતત ચાર દિવસ પૂછપરછ કર્યા બાદ શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચ તેના જુહુના બંગલોમાં પહોંચી હતી. અહીં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી. શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ હજી સુધી ખતમ નથી થઈ એટલે કે અભિનેત્રી મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના રડાર ઉપર છે અને તેની આગળ પણ પૂછપરછ થઈ શકે છે. આ વખતે પોલીસ ઍક્ટ્રેસના ઘરે નહીં, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાં પૂછપરછ કરશે. આ અંગે ઍક્ટ્રેસને ટૂંક સમયમાં જ સમન્સ પાઠવવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે આ મામલામાં અભિનેત્રી શર્લિન ચોપરાને ગવાહ બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે જ આરોપી અરવિંદ શ્રીવાસ્તવને પણ તપાસમાં સહયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

પોર્ન ફિલ્મ કેસમાં સંડોવાયેલા રાજ કુન્દ્રાને મળ્યો કોર્ટ તરફથી ઝટકો, હજુ આટલા દિવસ રહેવું પડશે જ્યુડિશિયલ કસ્ટડીમાં.. જાણો વિગતે

પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી સામે આવેલા બધાં જ બૅન્ક ખાતાની તપાસ માટે ફોરેન્સિક ઑડિટરની નિમણૂક થઈ ચૂકી છે.

Tyrese Gibson Jamnagar ‘ધ ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિયસ’ સ્ટાર ટાયરેસ ગિબ્સન જામનગર પહોંચ્યા, અંબાણી પરિવાર દ્વારા ખાસ આમંત્રણ!
Raja Shivaji OTT Release Date Netflix ઘર બેઠા જુઓ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય ગાથા! રિતેશ દેશમુખની બ્લોકબસ્ટર ફિલ્મ ‘રાજા શિવાજી’ આ OTT પ્લેટફોર્મ પર થઈ ગઈ રિલીઝ
Aly Goni Jasmin Bhasin Marriage Plan શરણાઈઓ વાગવાની ઘડીઓ ગણાઈ ગઈ? લગ્નના સવાલ પર અલી ગોનીએ આપ્યો એવો જવાબ કે જેસ્મિન ભસીનના ફેન્સ થઈ ગયા ખુશખુશાલ!
The India Story Teaser Release શું આપણે રોજ ભોજનમાં સ્લો પોઇઝન ખાઈ રહ્યા છીએ? કાજલ અગ્રવાલની ફિલ્મ ‘દ ઇન્ડિયા સ્ટોરી’ ના સનસનાટીભર્યા ડાયલોગ્સ અને ટીઝરે દેશભરમાં જગાવી ચર્ચા
Exit mobile version