Site icon

સોનુ સૂદ ફરી આવ્યો મદદે, રોડ એક્સિડન્ટમાં ઘાયલ વ્યક્તિને ખોળામાં ઉઠાવી હોસ્પિટલ પહોંચ્યો; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

બોલિવૂડ અભિનેતા સોનુ સુદ હવે પોતાના અભિનય કરતા વધારે તેના દ્વારા કરવામાં આવતા માનવીય કાર્યો માટે વખણાય છે. કોરોના કાળમાં સોનુ સૂદે લાખો લોકોની જે પ્રકારને મદદ કરી તેનાથી કોઈ અજાણ નથી.  તાજેતરમાં, તેણે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું, જેના લોકો હવે વખાણ કરી રહ્યા છે.   

પ્રાપ્ત જાણકારી મુજબ પંજાબના મોગા જિલ્લાના કોટકપુરા બાયપાસ પાસે બે વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતના થોડા સમય બાદ સોનુ સૂદ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અકસ્માત જોઈને તે પોતાની જાતને રોકી શક્યો નહીં અને કાર રોકીને ઘાયલ વ્યક્તિને મદદ કરવા પહોંચી ગયો. સોનુ સુદ તે જ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે ગાડી તરફ ભાગ્યો, દરવાજો ખોલીને ગાડીમાં ગયો અને યુવકને બહાર નીકાળ્યો. તેને ખોળામાં લઈને પોતાની કારમાં બેસાડી તેને હોસ્પિટલ લઈ ગયો અને તેની સારવાર કરાવી. મળતી માહિતી મુજબ ઘાયલ વ્યક્તિની હાલત હવે સ્થિર છે અને તે ખતરાની બહાર છે.

એકવાર ફરી આદિત્ય પંચોલી વિવાદમાં, ફિલ્મ પ્રોડ્યુસરે નોંધાવી ફરિયાદ, લગાવ્યા આ આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો અભિનેતાના ભરપેટ વખાણ કરી રહ્યા છે. લોકો સોનુ સુદને રિયલ હિરો કહી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે, મોટાભાગે જ્યારે રોડ પર આ પ્રકારે અકસ્માત થતા હોય છે ત્યારે દુર્ભાગ્યવશ લોકો તે સમયે ઈજાગ્રસ્તનો જીવ બચાવવા કરતા વીડિયો રેકોર્ડ કરવામાં વ્યસ્ત થઈ જતા હોય છે. પોલીસ અને હોસ્પિટલના ચક્કરમાં સમય વેડફાઈ ન જાય તે માટે લોકો ઘાયલ વ્યક્તિને જોઈને આગળ નીકળી જતા હોય છે. એવામાં સોનુ સુદે આ પ્રકારે યુવકનો જીવ બચાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ
Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ
Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી
Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો ટોક શો, જાણો ક્યારથી શરૂ થશે ‘ટૂ મચ’ શો
Exit mobile version