News Continuous Bureau | Mumbai
Tiku Talsania and Mansi Parekh: ગુજરાતી ફિલ્મ ‘મિસ્રી’ ના પ્રમોશન દરમિયાન 71 વર્ષના દિગ્ગ્જ એક્ટર ટીકૂ તલસાનિયા અને અભિનેત્રી માનસી પારેખ એ અમદાવાદ ના વ્યસ્ત રસ્તાઓ પર ખતરનાક બાઈક સ્ટંટ કર્યો હતો.આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો.
આ સમાચાર પણ વાંચો : Battle of Galwan: સલમાન ખાન ની ‘બેટલ ઑફ ગલવાન’માં થઇ આ સુપરસ્ટાર ની એન્ટ્રી? એક તસવીરથી શરૂ થઈ ચર્ચા
વિડિયો વાયરલ: ટાઇટાનિક પોઝ અને બાઈક પર ઊભા રહી સ્ટંટ
વિડિયોમાં માનસી પારેખને ટાઇટાનિક પોઝમાં બાઈક પર ઊભા રહી સ્ટંટ કરતા અને ટીકૂ તલસાનિયાને બાઈક પર ઊભા રહી સ્ટંટ કરતા જોઈ શકાય છે. લોકોનું કહેવું છે કે સેલિબ્રિટી હોવું એનો અર્થ નથી કે તમે કાયદા તોડો.અમદાવાદ ટ્રાફિક પોલીસે ‘એ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે – ક્રાઈમ રજિસ્ટર નંબર 11191051250588/2025. IPC કલમ 281 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 હેઠળ આ કેસ નોંધાયો છે, જે લાપરવાહી અને જાહેર સુરક્ષા માટે જોખમ ઉભું કરવાના ગુનાઓ સાથે સંકળાયેલ છે.
Ahmedabad streets to cinema screens — Misri is a ride worth taking! @AhmedabadPolice @GujaratPolice શું આ પ્રકારે સ્ટંટ કરવાની વિશેષ પરવાનગી મળતી હોય છે.!
શું સામાન્ય નાગરિક સામે થતી દંડનીય કાર્યવાહી અહીં થશે?
પોલીસ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે@sanghaviharsh pic.twitter.com/mSzjd1oS7Z— Parth Shah 🇮🇳 (@ParthShah91196) October 29, 2025
સોશિયલ મીડિયા પર લોકોમાં બે મત છે – કેટલાકે આને “ક્રિએટિવ પ્રમોશન” ગણાવ્યું છે, જ્યારે ઘણા લોકોએ તેને “ખતરનાક અને બેદરકાર” પગલું ગણાવ્યું છે. ઘણા યુઝર્સે જાહેર માફી અને કડક દંડની માંગ કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

