Site icon

ટીવી એક્ટ્રેસ છવી મિત્તલને થઈ આ ગંભીર બીમારી, પોસ્ટ શેર કરી કહી પોતાના દિલ ની વાત

News Continuous Bureau | Mumbai

છવી મિત્તલને (Chhavi Mittal) કોઈ ઓળખની જરૂર નથી. ઘણી ટીવી સિરિયલોમાં (TV serial) કામ કરી ચૂકેલી છવી મિત્તલ આ દિવસોમાં ગંભીર બીમારીસામે ઝઝૂમી રહી છે. તેને સ્તન કેન્સર (breast cancer) હોવાનું નિદાન થયું છે.તેણે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે.અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી પોસ્ટ શેર કરી છે.તેની સાથે જ ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે અને તેની હિંમત માટે સલામ પણ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

છવી મિત્તલે (Chhavi Mittal) પોતાની તસવીર સાથે એક પોસ્ટ (post) લખી છે. જેમાં તેણે પોતાના સ્તનને સંબોધ્યા હતા. તેણે લખ્યું, 'પ્રિય સ્તન, આ પોસ્ટ તમારા વખાણમાં છે. મેં પહેલી વાર તારો જાદુ જોયો, જ્યારે તેં મને ખુશ રહેવાનો મોકો આપ્યો. જ્યારે તમે મારા બંને બાળકોને ખવડાવ્યાં ત્યારે તમારું મહત્વ વધી ગયું. આજે જ્યારે તમે કેન્સર (Cancer) સામે લડી રહ્યા છો ત્યારે તમારી પડખે ઊભા રહેવાનો મારો વારો છે.’તેણીએ આગળ લખ્યું, 'આ સારી વાત નથી, પરંતુ હું આને મારી ભાવના તોડવા નહીં દઉં. આ સરળ નહીં હોય, પણ મુશ્કેલ ન હોવું જોઈએ. હું કદાચ ફરી ક્યારેય પેહલા જેવી ના દેખાઈ શકું, પરંતુ તેનાથી મને કોઈ અલગ અનુભવ કરાવવાની જરૂર નથી. બ્રેસ્ટ કેન્સર  (Cancer) સર્વાઈવર્સને મારી સલામ. તમને ખબર નથી કે હું તમારી પાસેથી કેટલી પ્રેરણા લઉં છું. તમારામાંના જેઓ પહેલાથી જ જાણે છે તેમના માટે, ખૂબ ટેકો આપવા બદલ આભાર. તમારા સંદેશાઓ અને કૉલ્સ માટે આપ સૌનો આભાર.'

આ સમાચાર પણ વાંચો : કપૂર પરિવાર ની મહત્વપૂર્ણ પરંપરાને પુરી નથી કરી શકી રણબીરની દુલ્હનિયા આલિયા ભટ્ટ,મોટું કારણ આવ્યું સામે

છવી (Chhavi mittal) ની પોસ્ટ જોઈને સેલેબ્સ સહિત તેના ફેન્સ તેને કેન્સર (Cancer) સામે લડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. પૂજા ગોર, અર્જુન બિજલાની, કરણ વી ગ્રોવર, માહી વિજ સહિતના ઘણા સ્ટાર્સે તેને ફાઇટર (fighter) કહી અને કહ્યું કે તમે કેન્સરને (Cancer)હરાવી શકશો. તે જ સમયે, ચાહકો પણ અભિનેત્રીના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે છવી મિત્તલ 'કૃષ્ણદાસી', '3 બહુરાનિયાં', 'બંદીની' અને 'ઘર કી લક્ષ્મી બેટીયાં' 'નાગિન' જેવા ટીવી શોમાં જોવા મળી છે. આ સિવાય તેણે 'SIT' નામની યુટ્યુબ ચેનલ (youtube channel) શરૂ કરી હતી.જેમાં તે ઘણી ટૂંકી વાર્તાઓ લાવે છે. તે યુટ્યુબ પર ખૂબ પ્રખ્યાત છે. અંગત જીવનની વાત કરીએ તો તેના પતિ મોહિત હુસૈન એક ડિજિટલ પ્રોડક્શન કંપનીના કો-ઓનર છે. તે બે બાળકોની માતા છે.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version