Site icon News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત ટીવી શો ‘રામાયણ’માં સીતાનો રોલ ભજવનારી અભિનેત્રી દીપિકા ચિખલિયાના માતાનું નિધન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 સપ્ટેમ્બર 2020

પ્રખ્યાત ટીવી શો ‘રામાયણ’માં સીતાનો રોલ ભજવનારી અભિનેત્રી દીપિકા ચિખલિયાના માતાનું નિધન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે. પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પેરેન્ટ્સ જતા રહે તેના દુઃખમાંથી માણસ સરળતાથી પસાર થઇ શકતો નથી.’ કેપ્શનમાં લખ્યું હતું, ‘મમ, RIP.’ 55 વર્ષીય અભિનેત્રીની માતાનું નિધન કયા કારણે થયું તે હજુ જાહેર થયું નથી. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હોય છે અને તેના ચાહકો માટે દરરોજ કંઈક ને કંઈક પોસ્ટ કરે છે. જ્યારે રામાનંદ સાગરની 'રામાયણ' દૂરદર્શન પર ફરી એક વખત ટેલિકાસ્ટ થઈ ત્યારે દીપિકા ખૂબ ચર્ચામાં હતી.

નોંધનીય છે કે લોકડાઉન દરમ્યાન 'રામાયણ' સહિત અનેક સિરિયલ્સ રી-ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સિરિયલે ઘણા રેકોર્ડ બ્રેક કર્યા હતા અને સિરિયલની સ્ટારકાસ્ટ ઘણી ફેમસ થઇ હતી. તેઓ ઘણા રિયાલિટી શોમાં સામેલ થતા હતા અને શો સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા શેર કરતા હતા.

Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
Exit mobile version