અભિનેત્રી હંસિકા મોટવાણી ( hansika motwani ) સાઉથ અને બોલિવૂડ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. હાલમાં જ હંસિકા સોહેલ કથુરિયા સાથેના ( marriage ) લગ્નને લઈને ચર્ચામાં હતી. જો કે લગ્ન બાદ પણ હંસિકા હેડલાઇન્સમાં રહે છે. વાસ્તવમાં, હંસિકાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના સાસરિયાના ( in laws ) ઘરે પહેલી ( rasoi ceremony ) રસોઈની ( halwa ) વિધિ કરતી જોવા મળી રહી છે.
પતિ સોહેલે શેર કરી તસવીર
હંસિકાના પતિ સોહેલે ખુદ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ અંગેની જાણકારી આપી છે.નવી દુલ્હન હંસિકા ના પતિ સોહેલે ઈન્સ્ટાગ્રામ પર સ્ટાર ની ‘પહેલી રસોઈ’’ની ઝલક શેર કરી છે.હંસિકા તેની પહેલી રસોઈ ની વિધિ દરમિયાન બ્લુ સૂટમાં શિરો સર્વ કરતી જોવા મળી હતી. તે જ સમયે, તેણે આ ડ્રેસ સાથે લગ્નની વીંટી અને લાલ બંગડી પણ પહેરી હતી. આ સ્ટાઈલમાં હંસિકા ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.
હનીમૂન વિશે પણ માહિતી શેર કરી
આ સાથે કપલે તેમના હનીમૂન વિશેની માહિતી પણ શેર કરી હતી. તમને જણાવી દઈએ કે જલ્દી જ બંને હનીમૂન માટે રવાના થશે પરંતુ પહેલા તેઓ તેમના ચાલી રહેલા પ્રોજેક્ટ પર કામ કરવા માંગે છે, ત્યારબાદ જ તેઓ લાંબા વેકેશન માટે રવાના થશે. હંસિકાએ પોતાના કરિયરની શરૂઆત ‘દેશ મેં નિકલા ચાંદ’થી કરી હતી. તે પછી તે ‘શાકા લાકા બૂમ બૂમ’, ‘સોન પરી’, ‘કરિશ્મા કા કરિશ્મા’માં પણ જોવા મળી હતી. અને હંસિકાએ પણ કોઈ મિલ ગયામાં ભૂમિકા ભજવી હતી.