ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન 2021
શુક્રવાર
બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગી ને અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. વાત એમ છે કે ૨૦ જુને સોસાયટી ની મિટિંગ હતી. સોસાયટી માં મેમ્બર ન હોવાને કારણે પાયલને મિટિંગ માં શામેલ થવાનો અધિકાર ન હતો. છતાં પણ તે મિટિંગમાં આવી અને તેણીને બોલવાનું શરૂ કર્યું જ્યારે મીટીંગ ના ચેરમેને પાયલને બોલવા માટે અટકાવી ત્યારે પાયલ એ ચેરમેન ને ગાળો આપી અને ચેરમેનને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી. ત્યારબાદ ચેરમેને પાયલની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને પોલીસે પાયલની ધરપકડ કરી.
આમ પાયલ સોસાયટીવાળા સાથે ઘણી વખત ઝઘડો કરતી પણ જોવા મળી હતી. અને સોસાયટી માં બાળકોને ન રમવા બાબતે પણ ઝઘડા કરતી હતી.