Site icon

સાઉથ સુપરસ્ટાર ની પૂર્વ પત્ની અને બોલિવૂડ ની આ અભિનેત્રી ને લોકડાઉનમાં પૈસાની તંગી નો કરવો પડ્યો હતો સામનો, થિયેટરમાંથી મળતા હતા માત્ર 2000 હજાર રૂપિયા

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીના (corona virus) કારણે લોકડાઉનના 9lockdown) કારણે દેશના મોટાભાગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકડાઉનને કારણે દરેક ક્ષેત્રના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ઘણા જાણીતા સ્ટાર્સને (celebrities)પણ આ સમયગાળા દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે પ્રખ્યાત અભિનેત્રી સારિકાએ (actress Sarika) લોકડાઉનના તેના ખરાબ અનુભવો શેર કર્યા છે. તેણે કહ્યું કે લોકડાઉનને કારણે તેની પાસે પૈસા ખતમ થઈ ગયા હતા, જેના કારણે તેને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો.

Join Our WhatsApp Community

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની (south superstar Kamal Hassan)પૂર્વ પત્નીના આ ખુલાસાએ બધાને ચોંકાવી દીધા છે. સારિકા જૂના જમાનાની જાણીતી અભિનેત્રી રહી છે. પોતાના સમયમાં તેણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. સારિકાને બે દીકરીઓ શ્રુતિ હાસન (Shruti Hassan) અને અક્ષરા હાસન (Akshara Hassan) છે. બંને ફિલ્મોમાં અભિનય કરે છે. તેણે એક ઈન્ટરવ્યુ  (interview)દરમિયાન જણાવ્યું કે લોકડાઉનને કારણે તે ભાગ્યે જ 3000 હજાર રૂપિયા પણ કમાઈ શકી.તે ખરાબ  અનુભવને શેર કરતા સારિકાએ કહ્યું, 'લોકડાઉનને (lockdown)કારણે મારી પાસે જે પૈસા હતા તે ખતમ થઈ ગયા, તો આવી સ્થિતિ માં તમે શું કરશો? તમારે અભિનય (acting) તરફ પાછા ફરવું પડશે, કારણ કે થિયેટરોમાં 2000-2700 રૂપિયા આપવામાં આવે છે અને આવી સ્થિતિમાં તમે કંઈ કરી શકતા નથી. મેં આ નિર્ણય સભાનપણે લીધો હતો, જે માત્ર એક વર્ષ માટે હતો, પરંતુ જોત જોતા માં પાંચ વર્ષ વીતી ગયા. જોકે આ પાંચ વર્ષ ખૂબ જ સારા ગયા.

આ સમાચાર પણ વાંચો: 85 વર્ષની ઉંમરે જોવા મળ્યો ધર્મેન્દ્ર નો રોમેન્ટિક અંદાજ, કો-સ્ટાર શબાના આઝમી સાથે ની તસ્વીર શેર કરી કહી આ વાત

સારિકા (Sarika) ટૂંક સમયમાં ધ મોર્ડન લવ સિરીઝમાં (The modern love series)જોવા મળશે. અલંકૃતા શ્રીવાસ્તવ આ સિરીઝ બનાવી રહી છે. આ સિવાય તે માય બ્યુટીફુલ રિંકલ્સમાં (My beauty wrinkles)કામ કરી રહી છે. આ સિરીઝમાં એહસાસ ચન્ના અને દાનેશ રિઝવી પણ જોવા મળશે. OTT સિવાય સારિકા હિન્દી ફિલ્મ ઊંચાઈ (Unchai) માં પણ કામ કરી રહી છે. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સૂરજ બડજાત્યા (Suraj Barjatiya)આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version