Site icon

પહેચાન કૌન: માતા સાથે જોવા મળેલી છોકરીઓ છે ટોચની અભિનેત્રી, નાની છોકરી આપી રહી છે એક પછી એક હિટ ફિલ્મ

સોશિયલ મીડિયા પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર વાયરલ થઈ રહી છે. તેમાં જોઈ શકાય છે કે એક નાની છોકરી માતાના ખોળામાં બેઠી છે અને તેની મોટી બહેન નજીકમાં બેઠી છે.

actress tabu childhood photo with mother and sister farah goes viral

પહેચાન કૌન: માતા સાથે જોવા મળેલી છોકરીઓ છે ટોચની અભિનેત્રી, નાની છોકરી આપી રહી છે એક પછી એક હિટ ફિલ્મ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર્સના અંગત જીવનમાં ચાહકોને ખૂબ જ રસ હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સ્ટાર્સ અને ફેન્સ વચ્ચેના અંતરને દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. સ્ટાર્સ અવારનવાર ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતા જોવા મળે છે. સ્ટાર્સના થ્રોબેક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે, જેમાં ચાહકોને તેમના ફેવરિટ સ્ટાર્સને ઓળખવાનો પડકાર આપવામાં આવે છે. આવી જ એક તસવીર હાલના દિવસોમાં વાયરલ થઈ રહી છે. જેમાં બે નાની બાળકીઓ તેમની માતા સાથે જોવા મળે છે. જણાવી દઈએ કે બંને એ પોતાની એક્ટિંગ થી બોલિવૂડમાં સારું નામ કમાવ્યું છે. જો તમે આટલા બધા હાવભાવ પછી પણ તેમને ઓળખી શકતા નથી, તો અમે તમને મદદ કરીએ છીએ…

Join Our WhatsApp Community

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ફોટો 

સોશિયલ મીડિયા પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં  જોઈ શકાય છે કે એક નાની છોકરી માતાના ખોળામાં બેઠી છે અને તેની મોટી બહેન નજીકમાં બેઠી છે. જણાવી દઈએ કે બંને બહેનો બોલિવૂડની સુપરસ્ટાર રહી ચુકી છે. તેમાં પણ નાની છોકરી નું  આકર્ષણ હજુ પણ અકબંધ છે. આ બંને છોકરીઓ બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત અભિનેત્રી તબ્બુ અને તેની મોટી બહેન ફરાહ  છે.માતાના ખોળામાં તબ્બુ છે જ્યારે તબ્બુની મોટી બહેન ફરાહ સમકક્ષ બેઠી છે. તબ્બુ અને ફરાહના બાળપણનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક ચાહકો તેમને જોઈને ઓળખી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો દૂર દૂરથી અંદાજ લગાવી શકતા નથી કે તેઓ તબ્બુ અને ફરાહ છે.

 

તબ્બુ ની કારકિર્દી 

જણાવી દઈએ કે તબ્બુ હજુ પણ બોલિવૂડમાં એક્ટિવ છે. તબ્બુ એવી અભિનેત્રી છે, જે છેલ્લા કેટલાક સમયથી એક પછી એક હિટ ફિલ્મો આપી રહી છે. ભૂતકાળમાં તે અજય દેવગન સાથે ‘દ્રશ્યમ 2’માં જોવા મળી હતી. હવે અભિનેત્રી ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ ‘ભોલા’માં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version