Site icon

Vannu The Great: અભિનેત્રી વન્નુ ધ ગ્રેટ એ લગ્ન માટે ધર્માતંર કર્યું, પતિ એ કર્યું આવું કામ,અભિનેત્રી રડતા રડતા સંભળાવી આપવીતી

લગ્ન માટે ધર્માંતર કરવા છતાં પતિ સંસાર અધૂરો છોડીને ભાગી ગયો. ત્યારબાદ આ પ્રખ્યાત અભિનેત્રી રડી-રડીને બેહાલ થઈ ગઈ છે.

Vannu The Great અભિનેત્રી વન્નુ ધ ગ્રેટ એ લગ્ન માટે ધર્માતંર કર્યું, પતિ એ કર્યું આવું કામ

Vannu The Great અભિનેત્રી વન્નુ ધ ગ્રેટ એ લગ્ન માટે ધર્માતંર કર્યું, પતિ એ કર્યું આવું કામ

News Continuous Bureau | Mumbai
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી તેના અંગત જીવન ને કારણે ચર્ચામાં આવી છે. અભિનેત્રીના અંગત જીવનમાં વાવાઝોડું આવ્યું છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે અભિનેતા મની મેરાજ તેનો પતિ છે. લગ્ન પછી તેણે છેતરપિંડી કરી અને પછી સંસાર અધૂરો છોડીને ભાગી ગયો, તેવા આરોપો અભિનેત્રીએ લગાવ્યા છે.

વન્નુ ધ ગ્રેટે પોતાની વ્યથા વ્યક્ત કરી

વન્નુ ધ ગ્રેટે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને પોતાની વ્યથા જણાવી. અભિનેત્રીએ દાવો કર્યો છે કે, “મની મેરાજ સાથે મારા લગ્ન થયા હતા, પરંતુ હવે તે ઇનકાર કરી રહ્યો છે.” અભિનેત્રીએ વિડીયો શેર કરતા કહ્યું, “મની પાછો મારા જીવનમાં આવ. મારે તારા માતા-પિતાને પણ કહેવું છે કે અમે હવે પતિ-પત્ની છીએ.” અભિનેત્રીએ જણાવ્યું કે, “મેં લગ્નની વાત છુપાવી હતી. લોકો કહેતા હતા કે, આ જિહાદી છે. બીજા ધર્મનો છે. આ સાચો માણસ નથી. એક દિવસમાં છોડી દેશે. પણ મેં કોઈનું પણ સાંભળ્યું નહીં. મને બિલકુલ નથી લાગતું કે બીજા ધર્મનો હોવાથી તે મને છોડી દેશે.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Venus Transit: શુક્ર ગોચર 2025 ઓક્ટોબરમાં ધનદાતા શુક્ર 4 વાર બદલશે રાશિ; ‘આ’ રાશિઓ થશે માલામાલ

કોણ છે મની મેરાજ?

મની મેરાજે ઇન્સ્ટાગ્રામ રીલ્સથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ મની મેરાજે યુટ્યુબ પર વિડીયો બનાવવાનું શરૂ કર્યું. આ પછી મનીને ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક મળી. મની મેરાજ હાલમાં તેના અભિનય અને ગીતોથી ધૂમ મચાવી રહ્યો છે. એક સમયે તે ચિકન વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે, ભોજપુરી સિનેમાએ મનીનું જીવન બદલી નાખ્યું.

Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Ikkis Movie Review: ‘ઈક્કીસ’ રિવ્યૂ: એક્શન, ઈમોશન અને દેશભક્તિનો જોશ; ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ આંખોમાં આંસુ લાવી દેશે.
TV TRP List 2026: TRP ચાર્ટમાં મોટો ધડાકો: ‘અનુપમા’નું શાસન ખતમ! સ્મૃતિ ઈરાનીના શોએ છીનવી લીધો નંબર ૧નો તાજ
Exit mobile version