Site icon

આદીલ ખાન દુર્રાની એ રાખી સાવંત સાથેના લગ્ન ની જણાવી હકીકત, અભિનેત્રી ને લઇ ને કહી આ વાત

એક ઈન્ટરવ્યુમાં આદિલે સ્વીકાર્યું છે કે તેણે રાખી સાવંત સાથે લગ્ન કર્યા છે. જોકે, તે હજુ પણ પરિવારને રાખી માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.એટલે કે આદિલની વાત પરથી સ્પષ્ટ થાય છે કે તેના પરિવારે રાખીને અપનાવી નથી.

adil durrani confirms his marriage with rakhi sawant

આદીલ ખાન દુર્રાની એ રાખી સાવંત સાથેના લગ્ન ની જણાવી હકીકત, અભિનેત્રી ને લઇ ને કહી આ વાત

News Continuous Bureau | Mumbai

જ્યારથી એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંતે ( rakhi sawant ) મીડિયામાં બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની ( adil durrani ) સાથેના લગ્નની વાત કરી છે ત્યારથી જ હંગામો મચી ગયો છે. જો કે, આદિલે પહેલા નિકાહની ( marriage  ) વાતને નકારી કાઢી હતી, પરંતુ હવે તેણે એક ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી છે કે તેણે રાખી સાવંત સાથે લગ્ન કર્યા છે. તે હજુ પણ પરિવારને રાખી માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. એટલે કે આદિલની વાત પરથી સ્પષ્ટ થાય છે કે તેના પરિવારે રાખીને અપનાવી નથી.

Join Our WhatsApp Community

 આદિલે રાખી સાથે ના લગ્ન ની વાત સ્વીકારી

રાખી સાવંત અને આદિલના લગ્નને લઈને અત્યાર સુધી જે પણ ચર્ચાઓ કે વિવાદો ચાલી રહ્યા હતા તેનો અંત આવી ગયો છે. આદિલે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં રાખી સાવંત સાથે નિકાહની વાતની પુષ્ટિ કરી છે. આદિલે કહ્યું કે હા, મેં અને રાખીએ લગ્ન કર્યા છે. અમે બંને સાથે રહીએ છીએ અને ખુશ પણ છીએ. જ્યારે રાખીના ફોન પર કોલ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે આદિલ પણ તેની સાથે હાજર હતો. વાસ્તવમાં, આદિલ ઇચ્છતો ન હતો કે જ્યાં સુધી તેના પરિવારના સભ્યો રાખી માટે રાજી ન થાય ત્યાં સુધી લગ્નની વાત જાહેરમાં આવે.પરંતુ જ્યારે રાખીએ ફોન પર આદિલને કહ્યું કે હવે બહુ થયું, સત્ય કહેવાનો સમય આવી ગયો છે, ત્યારે આદિલે કન્ફર્મ કર્યું કે રાખી સાવંત સાથે તેના લગ્ન થઇ ગયા છે.

આ સમાચાર પણ વાંચો:  ઉર્ફી જાવેદ કાયદાના સપાટામાં આવી: જાહેરમાં બોડી એક્સપોઝ કરવા બદ્દલ, મુંબઈ પોલીસની નોટિસ; ચિત્રા વાઘની ફરિયાદને કારણે નોટિસ પાઠવાઈ

 આ કારણે આદિલે સ્વીકારી રાખી સાથે ના લગ્ન ની વાત

આદિલે કહ્યું કે હવે પરિવાર સારી રીતે જાણે છે કે રાખી અને હું સાથે છીએ, પરંતુ તેમને મનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે હજુ સુધી રાખી માટે સંમતિ આપી નથી. આ સમગ્ર પ્રક્રિયામાં હવે થોડો સમય લાગશે.પહેલા હું આ વાતને નકારી રહ્યો હતો, પરંતુ જોયું કે જ્યાં રાખી છે ત્યાં વિવાદ છે.તો પછી મેં પણ વિચાર્યું કે હવે મીડિયામાં આટલી બધી વાતો કર્યા પછી લગ્નની વાત સ્વીકારવી જ ઠીક છે. આ પહેલા જ્યારે રાખી સાવંતે મીડિયામાં આદિલ સાથે લગ્નની વાત કરી હતી ત્યારે તે ખૂબ રડી હતી. અભિનેત્રીએ કહ્યું કે આદિલ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે.તેને તેના ફોનમાં ઘણી વસ્તુઓ મળી છે, જે દર્શાવે છે કે આદિલનું મરાઠી બિગ બોસ સ્પર્ધક સાથે અફેર છે. તે આદિલ સાથે એવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છે, જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.જીવનમાં ઘણી વસ્તુઓ બનતી હોય છે. બીજી તરફ, મમ્મી બ્રેઈન ટ્યુમરથી પીડિત છે અને બીજી તરફ આદિલ સાથે જીવનમાં વસ્તુઓ ચાલી રહી છે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version