Site icon

Aditya Dhar and Ranveer Singh: ‘ધુરંધર’ ની સફળતા બાદ શું ફરી સાથે દેખાશે આદિત્ય ધર અને રણવીર સિંહ?નવી માઈથોલોજીકલ એક્શન ફિલ્મ માટે ચાલી રહી છે તૈયારીઓ

Aditya Dhar and Ranveer Singh:‘ધુરંધર ૨’ પછી રણવીર સિંહ સાથે ફરી કામ કરવા આદિત્ય ધર ઉત્સાહિત, એક મોટા પ્રોજેક્ટ પર વાતચીત શરૂ; જાણો શું છે રણવીરની આગામી ફિલ્મ ‘પ્રલય’નું કનેક્શન.

Aditya Dhar and Ranveer Singh to Collaborate Again After ‘Dhurandhar 2’? New Mythological Action Film in the Works

Aditya Dhar and Ranveer Singh to Collaborate Again After ‘Dhurandhar 2’? New Mythological Action Film in the Works

News Continuous Bureau | Mumbai

Aditya Dhar and Ranveer Singh:રણવીર સિંહ અને આદિત્ય ધરની જોડીએ ‘ધુરંધર’ ફિલ્મ દ્વારા વિશ્વભરમાં ૧૩૦૦ કરોડથી વધુનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે. અત્યારે આ જોડી ‘ધુરંધર ૨’ ની તૈયારીમાં વ્યસ્ત છે, જે ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થવાની છે. જોકે, ફેન્સ માટે સૌથી મોટા સમાચાર એ છે કે આ ભાગ પૂર્ણ કર્યા પછી પણ આદિત્ય અને રણવીર ફરી એકવાર સાથે કામ કરી શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rajpal Yadav: મુશ્કેલીના સમયે સાચા મિત્રોની એન્ટ્રી! રાજપાલ યાદવ માટે સલમાન ખાન અને અજય દેવગણે મિલાવ્યા હાથ, જેલમાંથી મુક્તિના સમાચારથી ફેન્સ ખુશ

નવી માઈથોલોજીકલ એક્શન ફિલ્મનું પ્લાનિંગ

તાજેતરના અહેવાલો મુજબ, આદિત્ય ધર એક નવી માઈથોલોજીકલ (પૌરાણિક) એક્શન ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. આદિત્ય ધર ફરીથી રણવીર સિંહ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને આ બાબતે તેમણે અભિનેતા સાથે પ્રાથમિક વાતચીત પણ કરી છે. જોકે હજુ આ પ્રોજેક્ટ તેના શરૂઆતના તબક્કે છે અને સત્તાવાર જાહેરાતમાં સમય લાગી શકે છે, પરંતુ જો આ વાત બનશે તો બોલિવૂડમાં ફરી એક મોટો ધમાકો જોવા મળશે.


આદિત્ય ધર ઘણા સમયથી ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’ પર કામ કરી રહ્યા હતા, પરંતુ મોટા બજેટ અને વીએફએક્સ (VFX) ના પ્રશ્નોને કારણે તે પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો. અગાઉ આ ફિલ્મમાં વિકી કૌશલ કામ કરવાનો હતો, પરંતુ હવે આદિત્ય ધર તે પ્રોજેક્ટ છોડી ચૂક્યા છે. હવે જે નવી માઈથોલોજીકલ ફિલ્મની વાત ચાલી રહી છે તે સંપૂર્ણપણે નવો પ્રોજેક્ટ હોવાનું મનાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Smriti Irani: McDonald’s માં નોકરીથી લઈને પ્રતિ એપિસોડ ૧૪ લાખની ફી સુધી: જાણો સ્મૃતિ ઈરાનીના સંઘર્ષની કહાની, ‘તુલસી’ બનતા પહેલા શું કરતી હતી અભિનેત્રી?
Karan Tejasswi Wedding: કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્નને લઈને મોટો ખુલાસો: પ્રિન્સ નરુલાએ આપ્યો ખાસ સંકેત, શું કોઈ ટીવી શોમાં થશે લગ્ન?
Zee Cine Awards 2026: ધુરંધરનો ધડાકો! ઝી સિને એવોર્ડ્સમાં રણવીર સિંહની ફિલ્મે ૨૮ નોમિનેશન સાથે મેદાન માર્યું, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Rajpal Yadav Bail Hearing: ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો ઈન્કાર, હવે આ તારીખે થશે આગામી સુનાવણી
Exit mobile version