Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 3: ધુરંધર 2’ ના એન્ડ ક્રેડિટ્સમાં છુપાયેલું છે મોટું રહસ્ય! ડાયરેક્ટર આદિત્ય ધરના સંકેતે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

Dhurandhar 3: રિલીઝ પહેલા જ સીક્વલની ચર્ચા: ‘ધુરંધર ૨’ માં છુપાયેલું છે ત્રીજા ભાગનું રહસ્ય? ડાયરેક્ટરે ફેન્સને કરી ખાસ અપીલ; સ્પૉઇલર્સ શેર ન કરવા વિનંતી.

Aditya Dhar Drops Major Hint for 'Dhurandhar 3'; Urges Fans to Not Leave Seats Until End Credits of 'Dhurandhar 2'

Aditya Dhar Drops Major Hint for 'Dhurandhar 3'; Urges Fans to Not Leave Seats Until End Credits of 'Dhurandhar 2'

News Continuous Bureau | Mumbai

Dhurandhar 3: રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર ૨’ હજુ તો થિયેટરોમાં પહોંચી પણ નથી, ત્યાં જ તેના ત્રીજા ભાગને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ૧૯ માર્ચના રોજ ગુડી પડવા અને ઈદના અવસરે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ અગાઉ આદિત્ય ધરે ટ્વિટર (X) પર એક પોસ્ટ શેર કરીને દર્શકોને અપીલ કરી છે કે તેઓ ફિલ્મ પૂરી થયા પછી એન્ડ ક્રેડિટ્સ જોયા વિના સીટ પરથી ન ઉઠે. આ એક નાનકડા સંકેતે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.આદિત્ય ધરની આ પોસ્ટ પાછળનું કારણ એ માનવામાં આવે છે કે ‘ધુરંધર ૩’ ની જાહેરાત અથવા તેની નાની ઝલક પોસ્ટ-ક્રેડિટ સીનમાં હોઈ શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Divyanka Tripathi Pregnant News: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે બંધાશે પારણું! લગ્નના 10 વર્ષ બાદ એક્ટ્રેસ આપશે ‘ગુડ ન્યૂઝ’, પરિવારમાં ખુશીનો માહોલ

આદિત્ય ધરનો ફેન્સના નામે પત્ર

આદિત્ય ધરે સોશિયલ મીડિયા પર ‘ધુરંધર ફેમિલી’ ના નામે એક ભાવુક પત્ર શેર કર્યો છે. તેમણે લખ્યું, “૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ‘ધુરંધર’ રિલીઝ થઈ હતી અને ત્યારથી તમે આ ફિલ્મને જે પ્રેમ આપ્યો છે તે અદ્ભુત છે. તમે ફિલ્મની નાની નાની ડિટેલ્સ નોટિસ કરી છે. આ સફરમાં અમારી ફિલ્મ હવે તમારી બની ગઈ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે દર્શકોના આ પ્રેમને ધ્યાનમાં રાખીને જ અમે ‘ધુરંધર ૨’ માં અમારું હૃદય રેડી દીધું છે.


આદિત્યએ સ્પષ્ટ લખ્યું છે કે, “હા, એક વાત ખાસ – ક્રેડિટ્સ પૂરા ન થાય ત્યાં સુધી પોતાની સીટ બિલકુલ ન છોડતા.” ઉલ્લેખનીય છે કે ‘ધુરંધર’ ના પહેલા ભાગમાં પણ પોસ્ટ-ક્રેડિટ સીન દ્વારા જ બીજા ભાગ ‘ધુરંધર ૨’ નો સંકેત મળ્યો હતો. હવે ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે રણવીર સિંહના આ પાવરફુલ પાત્રની સફર ત્રીજા ભાગમાં પણ ચાલુ રહેશે.આદિત્ય ધરે ચાહકોને એ પણ વિનંતી કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફિલ્મના સ્પૉઇલર્સ શેર ન કરે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે દરેક દર્શક કોઈપણ પૂર્વગ્રહ વગર થિયેટરમાં જાય અને એક અનોખો અનુભવ લઈને પાછો ફરે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Ramayana Screening રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ રચશે ઇતિહાસ, વિશ્વભરમાં ૫૦ હજાર સ્ક્રીન્સ પર થશે રિલીઝ
Kangana Ranaut Gen Z U Turn ‘Gen Z’ અંગે કંગના રનૌતનો મોટો ‘યુટર્ન’, નવી પેઢીના વિચારો અને વર્તણૂકને લઈને આપ્યું નવું નિવેદન
Exit mobile version