કાર્તિક આર્યન ઇન્ડસ્ટ્રીનો ચમકતો સિતારો છે. જેની સાથે તેની સમકાલીન અભિનેત્રીઓ કામ કરવા તત્પર હોય છે.
હવે એવા સમાચાર વહેતા થયા છે કે, તેને આનંદ એલ રાયની ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યો છે. તેના સ્થાને આયુષ્માન ખુરાનાને લેવાની વાતચીત ચાલી રહી છે.
જોકે આનંદ એલ રાયની ટીમે આ વાતને ખોટી ગણાવી છે. તેમણે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, અમે કાર્તિક આર્યન સાથે ફિલ્મ માટે સંપર્ક કર્યો છે અને તેના પર વાતચીત ચાલી રહી છે.
તેમજ આયુષ્યમાન ખુરાના સાથે અન્ય એક ફિલ્મની વાતચીત ચાલુ છે. આ બન્ને વાતની ભેળસેળ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યનને હાલમાં જ કરણ જોહર અને શાહરૂખ ખાન નિર્માણ કંપનીમાંની બે ફિલ્મોમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.
ટીવીની સંસ્કારી વહૂ ટીના દત્તાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, અલગ જ અંદાજમાં આવી નજર ; જુઓ તસવીરો
