Site icon

કાંતારાના હીરોની કમાલ! મલ્ટીટેલેન્ટેડ ઋષભ શેટ્ટીને આવી બોલિવૂડ માંથી મોટી ઓફર.. એક્ટર કમ ડિરેક્ટરે આપ્યો આ જવાબ

after ss rajamouli rishabh shetty kantara sent for oscar consideration

'RRR' પછી હવે આ બ્લોકબસ્ટર ફિલ્મ પણ સામેલ થઇ ઓસ્કારની રેસમાં, નિર્માતા એ સબમિટ કર્યું નોમિનેશન ફોર્મ

News Continuous Bureau | Mumbai

કન્નડ ફિલ્મ પરથી હિન્દીમાં ડબ થયેલી ‘કાંતારા’ (Kantara)હાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. એટલું જ નહીં આ ફિલ્મની સફળતાને કારણે આ ફિલ્મનો હીરો પણ રાતોરાત ફેમસ થઈ ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ફિલ્મનો એક્ટર, ડિરેક્ટર અને રાઈટર બધુ જ આ ફિલ્મનો હીરો છે જેનું નામ છે રિષભ શેટ્ટી.(Rishabh Shetty) આ મલ્ટીટેલેન્ટેડ પર્સનાલિટીએ હાલ બોલીવુડનું ધ્યાન ખેચ્યું છે. એના કારણે ‘કાંતારા’ ફેઈમ રિષભ શેઠ્ઠીને બોલીવુડમાંથી પણ ઘણાં પ્રોડ્યુસર ડિરેક્ટર્સ ફિલ્મ ઓફર(Bollywood offer) કરવા લાગ્યાં છે. જાેકે, તમને જાણીને નવાઈ લાગશે પણ રિષભ શેઠ્ઠીને હાલ બોલીવુડમાં કામ કરવાની કોઈ ઈચ્છા નથી.

Join Our WhatsApp Community

રિષભ શેઠ્ઠીએ પોતાને એક ઈન્ટરવ્યૂમાં(interview) જણાવ્યુંકે, ‘મને બોલીવુડમાંથી ઘણાં લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. મને ઘણી ફિલ્મો સાઈન કરવા માટે ઓફર્સ પણ આપવામાં આવી. જાેકે, હું હાલ માત્રને માત્ર કન્નડ સિનેમા (Kannada cinema)માટે જ કામ કરવા માંગું છું. મને બોલીવુડમાં કામ કરવાની અત્યારે કોઈ ઈચ્છા નથી. હું મારી કન્નડ સિનેમા સાથે ખુશ છું. તેથી હું માત્ર કન્નડ ફિલ્મો જ કરવા માંગું છું.’ કન્નડ સિનેમાની ફિલ્મ ‘કાંતારા’ બોક્સ ઓફિસ(box office) પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર ૧૫ કરોડના બજેટમાં બની હતી પરંતુ ફિલ્મે જાેરદાર કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. રિષભ શેટ્ટી ‘કાંતારા’માં જાેવા મળ્યો હતો. જેની એક્ટિંગના (acting)દરેક લોકો વખાણ કરી રહ્યા છે. રિષભ શેઠ્ઠીને જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં તેની એન્ટ્રી વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ કહ્યું, “મને બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓ તરફથી ઓફર મળી છે. પરંતુ અત્યારે હું માત્ર કન્નડમાં જ ફિલ્મો કરવા માંગુ છું. હું મિસ્ટર બચ્ચનને(Amitabh Bachchan) પ્રેમ કરું છું. હું ખરેખર તેમને પસંદ કરું છું અને યુવા પેઢીના કલાકારો જેમ કે શાહિદ કપૂર(Shahid Kapoor) કે સલમાન ભાઈ (Salman Khan)સહિતના અભિનેતાઓને પસંદ કરૂં છું.’ કાંતારાની સિક્વલ વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું, મેં હજી સુધી આ વિશે વિચાર્યું નથી. 

ફિલ્મ ‘કાંતારા’ વિશે વાત કરીએ તો આ ફિલ્મ કન્નડ ભાષામાં(Kannada) ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. શરૂઆતના દિવસોમાં ફિલ્મને જાેરદાર રિસ્પોન્સ (response)મળ્યો હતો. ત્યારપછી આ ફિલ્મ હિન્દી સહિત અન્ય ઘણી ભાષાઓમાં રિલીઝ (multiple language)કરવામાં આવી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને ‘કાંતારા’ આવું કરનાર બીજી કન્નડ ફિલ્મ છે. પ્રથમ નંબર ‘કેજીએફ ચેપ્ટર ૨’(KGF-2) છે. રિષભ શેટ્ટી આ પહેલા સાઉથ સિનેમાના સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu)પણ બોલિવૂડની ફિલ્મોને રિજેક્ટ કરી ચૂક્યા છે. પોતાની એક ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે બોલિવૂડ માટે એક નિવેદન આપ્યું હતું. જેના પર ભારે હોબાળો થયો હતો. અભિનેતાએ કહ્યું હતું કે મને લાગે છે કે તે મને અફોર્ટ કરી શકે તેમ નથી. આ કારણે હું મારો સમય વેડફવા માંગતો નથી. મને તેલુગુ સિનેમાથી સ્ટારડમ અને પ્રેમ મળ્યો. જાે કે આ નિવેદન બાદ મહેશ બાબુએ સ્પષ્ટતા કરવી પડી હતી.

Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
Avika Gor marries Milind Chandwani: લગ્ન ના બંધન માં બંધાઈ બાલિકા વધુ, નેશનલ ટીવી પર લીધા અવિકા ગોર એ મિલિંદ ચંદવાણી સાથે સાત ફેરા
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી એ પત્ની અને દીકરી સાથે મુંબઈમાં ખરીદ્યા એક નહિ પરંતુ બે ફ્લેટ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ
Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ
Exit mobile version