News Continuous Bureau | Mumbai
Arbaaz khan: બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાને પરિવાર અને મિત્રો નો હાજરી માં મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે. આ અગાઉ અરબાઝ ખાન બોલિવૂડ દિવા મલાઈકા અરોરા સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. ત્યારબાદ બંને ના છૂટાછેડા થઇ ગયા હતા. બંને પુત્ર અરહાન ખાન ને લઈને એકબીજા સાથે જોડાયેલ હતા પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે, અરબાઝ ખાને મલાઈકા અરોરાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. શૂરા ખાન સાથે ના લગ્ન સુધી તે મલાઈકાને ફોલો કરતો હતો.
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor Alia bhatt: રણબીર કપૂર અને આલિયા ભટ્ટે દીકરી રાહા સાથે આ રીતે કરી નવા વર્ષ ની ઉજવણી, અભિનેત્રીએ શેર કરી તસવીરો
અરબાઝ ખાને મલાઈકા ને કરી અનફોલો
એક ન્યૂઝ પોર્ટલ મુજબ, અરબાઝ ખાનને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 127 લોકો ફોલો કરે છે, જેમાં તેના પરિવારના કેટલાક સભ્યો પણ હાજર છે. અત્યાર સુધી આ લિસ્ટમાં મલાઈકા અરોરા પણ સામેલ હતી. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2017 માં, છૂટાછેડા પછી અરબાઝે મલાઈકાને અનફોલો કરી દીધી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી તેને ફોલો કરવાનું શરૂ કર્યું હતું.હવે ફરી અરબાઝ ખાન ના મલાઈકા ને અનફોલો કરવાના સમાચાર સામે આવ્યા છે. જો કે, ન્યુઝ પોર્ટેલે એમ પણ કહ્યું છે કે અરબાઝ ખાને મલાઈકાને ક્યારે અનફોલો કરી તેની પુષ્ટિ થઈ નથી.