News Continuous Bureau | Mumbai
Ananya pandey: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે એ પોતાનો 25 મોં જન્મદિવસ 30 ઓક્ટોબરે ઉજવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર અનન્યા એ તેના કથિત બોયફ્રન્ડ આદિત્ય રોય કપૂર સાથે માલદીવ્સ માં તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. હવે અનન્યા એ તેના જન્મદિવસ ના એક અઠવાડિયા પછી તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન ને તેના જન્મદિવસ ની પાર્ટી આપી છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
અનન્યા પાંડે નો વિડીયો
આદિત્ય રોય કપૂર સાથે બર્થડે સેલિબ્રેટ કર્યા બાદ અનન્યા પાંડે એ તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન સાથે બર્થડે મનાવ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં અનન્યા સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન તેમજ ઓરી જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અનન્યા ના બીજા મિત્રો પણ જોવા મળી રહ્યં છે. આ દરમિયાન અનન્યા કેક કાપતી જોઈ શકાય છે, અને બેકગ્રાઉન્ડ માં તેના મિત્રો હેપ્પી બર્થડે ટુ યુ ગાતા જોવા મળી રહ્યા છે.
અનન્યા છેલ્લે ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માં જોવા મળી હતી. હવે અનન્યા પાંડે સિદ્ધાંત ચતુર્વેદી સાથે ખો ગયે હમ કહાં માં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: આ સ્ટાર્સ બનશે કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ ના ગેસ્ટ, શો ના નવા પ્રોમો માં જોવા મળી મહેમાનો ની ઝલક
