Site icon

અનુપમા ના ફેન્સ માટે ખરાબ સમાચાર-પારસ કલનાવત પછી કિંજૂ બેબી એ નહિ આ અભિનેત્રીએ રાતોરાત છોડી દીધો શો-પોતે જ જણાવ્યું કારણ

 News Continuous Bureau | Mumbai

નાના પડદાની લોકપ્રિય સીરિયલ 'અનુપમા' તેની સ્ટોરી લાઈનને કારણે સતત ટીઆરપીની(TRP) યાદીમાં છે. શોમાં દરેક પાત્ર તેના પાત્ર માટે પણ જાણીતા છે. નાનો હોય કે મોટો, આ સિરિયલમાં દરેક વ્યક્તિ ખૂબ જ ખાસ છે. પરંતુ આ શો પણ લાંબા સમયથી વિવાદનો હિસ્સો રહ્યો છે. એક પછી એક પાત્ર શો છોડી રહ્યા છે. પારસ કલનાવત (Paras Kalnawat)બાદ હવે અન્ય એક સભ્યએ 'અનુપમા'ને અલવિદા કહી દીધું છે.પારસ કલનાવત બાદ કિંજલનો રોલ નિભાવનાર નિધિ શાહના(Nidhi Shah left the show) શો છોડવા ના  સમાચાર છેલ્લા ઘણા દિવસોથી જોરશોરથી સામે આવી રહ્યા છે. પરંતુ પારસ કલનાવત બાદ નિધિ શાહે શો છોડવાના સમાચાર વચ્ચે બીજી અભિનેત્રીએ સીરિયલ 'અનુપમા'થી પોતાને દૂર કરી લીધી છે. આ અભિનેત્રી છે અલ્મા હુસૈન.(Alma Hussain)

Join Our WhatsApp Community

વાસ્તવમાં, 'અનુપમા'માં અનુજ કાપડિયાની ભાઈ ની દીકરી સારા કાપડિયાનું(Sara Kapadia) પાત્ર ભજવી રહેલી અલ્મા હુસૈને શો છોડી દીધો છે. સારાની એન્ટ્રી જોઈને લાગ્યું કે હવે તેની અને સમરની લવ સ્ટોરી(Sara-samar love story) આગળ બતાવવામાં આવશે. પરંતુ જૂના સમર અને હવે સારા બંનેએ શો છોડી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શોની વાર્તામાં બતાવવામાં આવશે કે સારા તેના અભ્યાસ માટે અમેરિકા(America) જશે. સારા લાંબા સમયથી શોમાં પણ જોવા મળી નથી. આ સમગ્ર મામલા વિશે વાત કરતી વખતે અલ્મા હુસૈને કહ્યું, 'હું મે મહિનાથી શોનો ભાગ હતી અને મને અહીં કામ કરવાની મજા આવતી હતી પરંતુ મારો ટ્રેક(track) આગળ વધી રહ્યો ન હતો. હું એક કલાકાર તરીકે સારું કામ નથી કરી રહી. હું નવી અને જુવાન છું. મારી હજુ ઘણું શીખવાનું છે જે હું શીખી નથી શકી. મેં રાજન શાહજી(Rajan Shahi) સાથે વાત કરી, તેઓ પણ મારી સાથે સંમત છે.’

આ સમાચાર પણ વાંચો : માત્ર 75 રૂપિયા ખર્ચીને સિનેમા હોલમાં જોઈ શકો છો તમે રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્ર- જાણો ક્યારે અને કેવી રીતે જોવા મળશે ફિલ્મ

તમને જણાવી દઈએ કે અલ્મા પહેલા જ્યારે પારસે શો છોડ્યો હતો, ત્યારે સીરિયલના બાકીના પાત્ર વિશે ઘણા મોટા ખુલાસા થયા હતા. પારસ કહે છે કે તે એક માણસની ચાલાકીનો શિકાર બન્યો હતો. ટૂંક સમયમાં જ અભિનેતા ‘ઝલક દિખલા જા 10’(Jhalak Dikhla ja)માં જોવા મળશે. પારસ તેની સફરને લઈને ખૂબ જ ખુશ છે.

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version