Site icon

Rashmika mandanna deep fake video: રશ્મિકા જેવો ફેક વિડીયો કે ફોટો બનાવવો પડશે ભારે, સોશિયલ મીડિયા ના નિયમો બન્યા કડક, થશે આ સજા

Rashmika mandanna deep fake video: થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર રશ્મિકા મંડન્ના નો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. આ વિડ્યો એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો. હવે આ મામલે માહિતી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક એડવાઇઝરી જારી કરી છે.

after rashmika fake video social media rules become strict in deepfake photo and video

after rashmika fake video social media rules become strict in deepfake photo and video

News Continuous Bureau | Mumbai

Rashmika mandanna deep fake video: સોશિયલ મીડિયા પર રશ્મિકા મંડન્નાના ડીપફેક વિડિયો એ ધૂમ મચાવી હતી. લોકો આ વિસીયો જોઈ ગુસ્સે થયા હતા. તેમજ બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રશ્મિકા નું સમર્થન કરતા કાયદાકીય પગલાં લેવાની માંગ કરી હતી. આ બધું જોતા માહિતી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં ડીપફેક અને તેના સર્જન અને પ્રસારને નિયંત્રિત કરતા કાનૂની નિયમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એક્ટ, 2000 ની કલમ 66D ને ટાંકીને, સરકારી સલાહકારે જણાવ્યું હતું કે, ‘જે કોઈ પણ ગેજેટ્સ અથવા કમ્પ્યુટર દ્વારા છેતરપિંડી કરે છે તેને એક અવધિ સુધી કારાવાસ ની સજા ફટકારવામાં આવશે જે વધી ને ત્રણ વર્ષ પણ થઇ શકે છે. 

Join Our WhatsApp Community

 

શું કહે છે આઇટી એક્ટ 

ભારતમાં, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 નો ઉપયોગ આવા ડિજિટલ ગુનાઓ, સોશિયલ મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ અથવા નકલી સમાચારો સાથે વ્યવહાર કરવા માટે થાય છે. લોકોની ગોપનીયતાની સુરક્ષા માટે આમાં ઘણી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આઈટી એક્ટ હેઠળ પીડિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને, કોઈને બદનામ કરવા, તેની છબી ખરાબ કરવા અથવા નકલી વીડિયો બનાવવા માટે કોઈની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.


ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ખાતરી આપી હતી કે નરેન્દ્ર મોદી સરકાર ભારતીયોની સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. એપ્રિલ, 2023 માં સૂચિત આઇટી નિયમો હેઠળ, તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે કોઈપણ વપરાશકર્તા દ્વારા ખોટી માહિતી પોસ્ટ કરવામાં ન આવે. જો આવું ભૂલથી થયું હોય તો 36 કલાકની અંદર ખોટી માહિતી દૂર કરવી જોઈએ. પીડિત વ્યક્તિ IPCની જોગવાઈઓ હેઠળ પ્લેટફોર્મને કોર્ટમાં લઈ જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna: રશ્મિકા મંદન્ના ના બોલ્ડ વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર સનસનાટી,જાણો શું છે વિડીયો ની હકીકત

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version